GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

EXCLUSIVE: સૌરાષ્ટ્રની બેઠકો જીતવા ભાજપે ઘડ્યો છે આ માસ્ટર પ્લાન

કાગવડ-ખોડલધામ ટ્રસ્ટનું પ્રમુખ પદ છોડનારા પરેશ ગજેરા ભાજપમાં જાયે તેવી શક્યતા છે.તેઓને ભાજપ અમરેલી બેઠકથી ચૂંટણી લડાવસે તેમ સુત્ર કહી રહ્યા છે. વડાપ્રધાન મોદી આગામી અઠવાડિયામાં ગુજરાતની મુલાકાતે છે. તે પહેલા પરેશ ગજેરા ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. આગામી લોકસભા ચૂંટણી લઈને ભાજપના મિશન 26 અંગે જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી હાથ લાગી છે. જેમાં સૌરાષ્ટ્રમાં કુંવરજી બાવળિયા અને પરેશ ગજેરાના સહારે ભાજપ લોકસભા બેઠકો જીતવાનો પ્લાન બનાવી રહી હોવાનું મનાય છે.

પાટીદારોની આસ્થાના પ્રતિક એવા ખોડલધામ ટ્રસ્ટમાં જૂથવાદ ફરીવાર સામે આવ્યો છે. ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ અચાનક રાજીનામું આપ્યું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ નરેશ પટેલે ફરીથી ખોડલધામ ટ્રસ્ટાના પ્રમુખપદ સંભાળ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ પટેલને ટ્રસ્ટના પ્રમુખપદ સોંપવા માટે ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટમાં છેલ્લા ઘણાં સમયછી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં કાગવડ ખાતે ટ્રસ્ટની બેઠક ચાલી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil

વડોદરાના શિક્ષકને અનોખો શોખ : છેલ્લા 20 વર્ષમાં વિશ્વભરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોના પેપર કટીંગનો સંગ્રહ

GSTV Web Desk
GSTV