GSTV
Home » News » પ્રચારથી દૂર રહેનારા ભાજપના કદાવર નેતા આજે પ્રથમવાર જસદણ જશે : ભાજપ ગેલમાં, હેલિપેડ તૈયાર

પ્રચારથી દૂર રહેનારા ભાજપના કદાવર નેતા આજે પ્રથમવાર જસદણ જશે : ભાજપ ગેલમાં, હેલિપેડ તૈયાર

જસદણનો જંગ એ ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિનો છે. આજે હાર ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓના અરમાનો પર પાણી ફેરવી દેશે. હાલમાં શરૂઆતના તબક્કામાં ભાજપ એ આગળ ચાલી રહી છે. 8 રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના મંત્રી બાવળિયા 11 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપ માટે સ્થિતિ પલટાંતાં જ જસદણમાં પગ ન મૂકનારા આ કદાવર નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી જસદણ અાવી રહ્યાં છે. જેઓ માટે હાલમાં હેલિપેડ તૈયાર થઈ રહ્યું છે. ભાજપ આ જીતને જોરશોરથી વધાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના અગ્રણીઓએ હવે મતદાન પહેલાંજ ફટાકડાના ઓર્ડર આપવાના શરૂ કરી દીધા છે. ભાજપ હાલમાં ગેલમાં અાવી ગયું છે.

જસદણમાં જીતનો સંચાર થતાં ભાજપના નેતાઓની આશા વધી

5 રાજ્યોની ચૂંટણી બાદ ગુજરાતમાં જસદણ બેઠક ગુમાવી તો ભાજપની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ જશે તેવો ભય હતો. હવે આઠ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જયેશ રાદડિયા, વિઠ્ઠલ રાદડિયા સહિતના નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા આ ચૂંટણીમાં દાવ પર લાગી છે. પરસોત્તમ સોલંકી જેવા કોળી નેતાઓ સામેય આંગળી ચિંધાઈ શકે છે. આમ ભાજપ-કોંગ્રેસ બંને માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ગુજરાતમાં હવે એવી ચર્ચા ચાલી છે કે, દક્ષિણ ગુજરાત જ નહીં સૌરાષ્ટ્ર ભાજપમાં પણ ભાજપમાં એકબીજાની ટાંટિયાખેંચની રમત ચાલું છે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે હવે 5 રાજ્યોની હાર બાદ વધુ એક સારા સમાચાર આવી શકે તેમ છે. જેને પગલે ભાજપના અગ્રણી નેતાઓ હવે જસદણ પહોંચી રહ્યાં છે.

બાવળિયાને હરાવવા માટે કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન

ભાજપે ચૂંટણી પંચને 34 સ્ટાર પ્રચારકોની યાદી સોંપી હતી. જેમાં ઘણા પ્રચારકો દેખાયા પણ નથી. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા ule. જસદણમાં કુવરજી બાવળિયાએ સ્ટાર પ્રચારક છે. કુંવરજી બાવળિયાને હરાવવા માટે કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. ભાજપના કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસે અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ગુરુ-ચેલા વચ્ચે જસદણનો જંગ ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા સવાલ બની ગયો હતો. બંને પક્ષે પોતાના ઉમેદવારની જીતનો આશાવાદ કર્યો છે. આજે જાહેર થનારા પરિણામો બતાવશે કે જસદણમાં કમળ ખિલે છે કે પછી કોંગ્રેસ તેનો ગઢ બચાવી રાખવામાં સફળ થશે.

કોંગ્રેસના નેતાઓને છે પણ આ ભય

જસદણ બેઠક કોંગ્રેસનો ગઢ છે. મતદારોએ અહીં ભાજપને જાકારો જ આપ્યો છે. હવે જો કોંગ્રેસ આ બેઠક ગુમાવે તો અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબુકમાંથી બાકાત થઈ શકે છે. આ બંને યુવા નેતાઓ પરંપરાગત બેઠકને જાળવી નહીં શકે તો સિનિયર નેતાઓને ગાળો ભાંડવાનો મોકો મળી જશે. આ બંને નેતાઓ પર રાહુલ ગાંધીએ વિશ્વાસ મુકી પ્રદેશની નેતાગીરી સોંપી છે. ત્યારે આ પેટાચૂંટણી જીતવી જરૂરી બની છે.. જો આ બેઠક હારશે તો પાંચ રાજ્યોના પરિણામની ખુશી પર પાણી ફરી વળે તેમ છે. ભાજપ માટે તો જાણે આ જીત પાંચ રાજ્યોની હાર બાદ ટોનિક સમાન બની રહેશે.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

સુરત અગ્નિકાંડ: કલાસિક સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!