GSTV

બિહારને સંભાળવા ગયેલા ભાજપના ફડણવીસ ફસાયા, મહારાષ્ટ્રમાં મોટા નેતાએ વિખવાદોના કારણે રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો રાજ માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે. બીજા પક્ષો કરતાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતાં ભાજપ સત્તાની બહાર છે. શરૂમાં સત્તા મેળવી, પણ બહુમતિ મેળવી શક્યા ન હતા. સત્તામાં પાછા આવવા માટે ભાજપ દ્વારા તમામ ધમપછાડા કરીને સંભવિત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસને બિહારની ચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ફડણવીસ બિહારની ચૂંટણીમાં એટલા વ્સ્ત થઈ ગયા કે તેઓ પોતાના રાજ્યમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમની સામે ભારે રોષ જોવા મળતો હતો. નેતાઓ પક્ષ છોડી દે એવી સ્થિતી ઊભી થઈ છતાં ફણનવીસ બે ધ્યાન રહ્યાં હતા.

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે. બિહારને બચાવવા ગયેલા ભાજપના નેતાનું મહારાષ્ટ્ર જોખમમાં આવી પડ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ ખડસેના પ્રભાવને બધા જાણે છે. એકનાથ ખડસેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપને ચોક્કસપણે મોટું નુકસાન થઈ શકે છે. ભાજપ સાથે ખડસે કક્ષાના બીજા કોઈ નેતા નથી. તેથી ફડણવીસે બિહારથી પાછા ફરવું પડ્યું હતું. ફડણવીસે હંમેશાં ખડસે વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોટો ઝગડો ચાલી રહ્યો હતો. બંને નેતાઓ એક બીજાને બહુ પસંદ નથી કરતા.

READ ALSO

Related posts

સૌરવ ગાંગુલી બનશે બંગાળ ભાજપનો ચહેરો, અમિત શાહ મનાવવામાં થયા સફળ

Bansari

કોરોના 36 કલાકમાં જ કોંગ્રેસના 2 ધૂરંધર નેતાઓને ભરખી ગયો, કોંગ્રેસને પડ્યો મોટો ફટકો

Bansari

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!