GSTV
Home » News » મંત્રી બાવળિયા હારશે તો, ભાજપને છે આ ડર : ઉતારી દિગ્ગજ ટીમ

મંત્રી બાવળિયા હારશે તો, ભાજપને છે આ ડર : ઉતારી દિગ્ગજ ટીમ

ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે જમ્બો ટીમને મેદાનમાં ઉતારી છે. ભાજપે કોંગ્રેસના આયાતી કુંવરજી બાવળીયાને જીતાડવા માટે બે પ્રધાનને જવાબદારી સોંપી છે. બાવળીયાને જીતાડવા માટે જયેશ રાદડીયા અને સૌરભ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત જસદણ બેઠક પર હીરાભાઈ સોલકી મુખ્ય ઇચાર્જ બની રહેશે. જ્યારે કે, મોહન કુંડરિયા,  હીરાભાઈ સોલંકી, જયંતિ કવાડિયા સહિત કિરીટ સિંહ રાણા જેવા નેતાઓને પણ જસદણ લોકસભાની પેટા ચૂંટણી માટે જવાબદારી સોંપવામાં આવી છે. જસદણ બેઠકને જીતવા માટે તમામ આગેવાનોની હાજરીમાં સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહ રચના ઘડવામાં આવશે.

કુવરજી બાવળિયા અે ભાજપના અાયાતિ ઉમેદવાર છે. જસદણ અે કોંગ્રેસનો ગઢ છે અત્યારસુધીમાં આ બેઠક પરથી બાવળિયા જીતતા અાવ્યા છે. હવે તેઅો ભાજપમાં છે. હવે હારે તો મંત્રીપદ ગુમાવવાની સાથે બાવળિયાનું ભાજપમાંથી પત્તું સાફ થઈ જાય. બાવળિયા અે કોળી નેતા છે. ભાજપ માટે અતિ અગત્યના નેતા હોવાથી ભાજપે મંત્રી બનાવીને ભાજપમાં લીધા છે. સૌરાષ્ટ્રમાં બાવળિયાનું વર્ચસ્વ છે. ભાજપ બાવળિયા માટે કોઈ રિસ્ક લેવા માગતી નથી. જેને પગલે ભાજપના નેતાઅોને પણ તેમને જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. ભાજપના ગુજરાતમાં ઘટતા જતા દબદબા વચ્ચે ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો સવાલ છે. હવે સ્થિતિ અેવી છે કે, જસદણમા બાવળિયાની વિરુદ્ધમાં લડતા ભાજપના નેતાઅોઅે બાવળિયાને જીતાડવા માટે તનતોડ મહેનત કરવી પડશે.

Related posts

પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!