લોકસભા ચૂંટણી જીતવા ભાજપની કવાયત, ત્રણ દિવસ સુધી ઉમેદવારો સાથે કરશે આ કામ

bjp

લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે કવાયત શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો રાજ્યભરની તમામ લોકસભા સીટ પર ત્રણ દિવસ સુધી ઉમેદવારોની સેન્સ લેશે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં ભાજપના નિરીક્ષકોએ બેઠક યોજી છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

જોકે સેન્સ પ્રક્રિયા પહેલા તેમણે અમદાવાદ શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠક પર હાલમાં પરેશ રાવલ સાંસદ છે. જ્યારે કે અમદાવાદ પશ્ચિમમાં ડૉ. કિરીટ સોલંકી અને ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પૂર્વથી પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે.. એટલે આ બેઠક પરથી કલાકાર મનોજ જોશી, વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા હરીન પાઠક, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને જાગૃતિ પંડ્યાના નામો ચર્ચામાં છે.

ભૂષણ ભટ્ટ પૂર્વ ધારાસભ્ય છે અને બોર્ડ નિગમમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે. જ્યારે કે ભાવના દવે પૂર્વ સાંસદ છે અને અત્યારે ગ્રન્થ બોર્ડમાં ચેરમેન છે. તો જાગૃતિ પંડયા અત્યારે મહિલા અને બાળ વિકાસમાં ચેરમેન છે. તેઓ ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાના પત્ની છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter