પોરબંદર બેઠક પર વિઠ્ઠલ રાદડિયાના સ્થાને કોને ટિકીટ આપવી તેના પર શરૂ થઈ ભાજપની કવાયત

vithalbhai radadiya

પોરબંદર બેઠક પર ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપની ત્રણ પેનલ દ્વાર સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ભાજપ તરફથી શંભુનાથ ટૂંડિયા. રમેશભાઇ મુંગરા. અને આદ્યશક્તિબહેન મજુમદાર દ્વારા સેન્સ લેવાની કાર્યવાહી કરાઇ છે. ધોરાજી પહોંચેલી ટીમે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પાસેથી મત જાણવાનો પ્રયાસ કર્યો છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોરબંદર લોકસભા સીટ માટે વિઠ્ઠલભાઈ રાદડિયાના અન્ય એક પુત્ર લલીતભાઈ રાદડિયા, જશુબેન કોરાટ, ભરતભાઈ ગાજીપરા, મનસુખભાઈ ખાચરિયા વિગેરેના નામ ચર્ચાઈ રહ્યા છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોધરા સહિતના નેતાઓ પહોંચ્યા હતા.

મહત્વનુ છે કે વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમની નાદુરસ્ત તબીયતને કારણે છેલ્લા બે વર્ષથી જાહેર જીવન તેમજ રાજકારણથી દૂર છે. વિઠ્ઠલભાઈ રાદડીયાએ વર્તમાન લોકસભામાં માત્ર 14 ટકા જ હાજરી અને પોતાના કાર્યકાળમાં પોતાના મતક્ષેત્રે વિશે એક પણ પ્રશ્ન પણ લોકસભામાં પૂછ્યો નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter