ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ સ્ટેટ ગણાતાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનાર આપનું ખાતું ખૂલી ગયું છે. સુરત મહાનગરપાલિકાની 120 સીટોમાં હાલ મતગણતરી ચાલુ છે. જેમાંથી 46 સીટો પર ભાજપનો દબદબો જળવાયો છે તો કોંગ્રેસમાં 8 બેઠકોમાં વિજેતા થયા છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગુજરાતમાં ઝંપલાવતા 16 બેઠકો પર પોતાનું પ્રભુત્વ જાળવ્યું છે. આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જેમાં 16 સીટો ઉપર વિજેતા થયા છે. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે.

સુરતમાંથી ગુજરાતના રાજકારણમાં આપની એન્ટ્રી
ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે. આમ આદમી પાર્ટીએ સુરતમાં ભાજપને ટક્કર આપતાં 16 બેઠકો પર વિજયી થઈ ચૂકી છે. હજુ પણ વધુ બેઠકો પર આપનું ખાતું ખુલી શકે છે.

વોર્ડ નંબર 4 અને 16માં સમગ્ર પેનલનો વિજય
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કે વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા સહિતના ઉમેદવારોની જીત થઇ છે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલનો સુરતમાં વર્ષોથી દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડ જીતવાના દાવા સાથે ખેલેલા પેજ પ્રમુખ કાર્ડનો ફિયાસ્કો થયો છે. પેજપ્રમુખો મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં પણ નિષ્ફળ ગયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી
- રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ
- BIG NEWS: અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે ઈન્કમટેક્ષ વિભાગના પડ્યા દરોડા
- ગુજરાત બજેટ 2021-22 : વન બંધુ કલ્યાણ યોજના ફરી ફરી અમલમાં મુકવા નીતિન પટેલની જાહેરાત, પીએમ મોદીએ કરી હતી શરૂઆત
- બજેટ 2021-22 / આ બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયુ પ્રાદ્યાન્ય, PM માતૃવંદના યોજના માટે કરાઈ 66 કરોડની જોગવાઇ