GSTV
Gujarat Government Advertisement

બંગાળ હિંસા/ ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણમાં 14ના મોત: આજે ભાજપના ધરણા, સીબીઆઇ તપાસની માગ

બંગાળ

Last Updated on May 5, 2021 by Bansari

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તે બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં અત્યાર સુધીમાં ૧૪ જેટલા લોકો માર્યા ગયા છે. જેને પગલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. જ્યારે ભાજપ અને ટીએમસી બન્નેએ હિંસા બદલ એકબીજા પર આરોપો લગાવ્યા હતા.

બંગાળ

મમતાની શાંતિની અપીલ, મોદીએ રાજ્યપાલ સાથે વાત કરી, ગૃહ મંત્રાલયે રિપોર્ટ માગ્યો, નડ્ડા બંગાળ પહોંચ્યા

હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેંદ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માગી છે. જ્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાતે આવ્યા હતા. રવિવારે સાંજથી સોમવાર રાત સુધી રાજ્યમાં હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ભાજપનો આરોપ છે કે જે લોકો પણ માર્યા ગયા તેમાં નવ ભાજપના કાર્યકર્તાઓ છે. જ્યારે ટીએમસીએ પણ આ જ પ્રકારનો દાવો કરી હિંસા માટે ભાજપ પર આરોપો લગાવ્યા છે. બર્ધમાનમાં ટીએમસીના એક અને ૨૪ પરગનામાં આઇએસએફના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી.

બંગાળ

અમારા નવ કાર્યકર્તાઓ માર્યા ગયા, ટીએમસી હિંસા માટે જવાબદાર : ભાજપના આરોપ, ટીએમસીનો નનૈયો

મમતા જે નંદીગ્રામ બેઠક પર હારી ગયા ત્યાં પણ હિંસાની ઘટના સામે આવી હતી, સોમવારે સવારે નંદીગ્રામમાં અનેક મકાનો અને દુકાનોમાં ઘુસીને તોડફોડ કરવામાં આવી હતી. અહીંના ભાજપના કાર્યાલયને આગ લગાવી દેવામાં આવી હતી. ભાજપે ટીએમસીના કાર્યકર્તાઓ પર આ ઘટના માટે આરોપો લગાવ્યો હતો. કોલકાતાના અનેક વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે. બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનખરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કરીને સમગ્ર સ્થિતિની જાણકારી લીધી હતી. સાથે જ હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ટીએમસીએ દાવો કર્યો હતો કે બુર્દવાનમાં તેમના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી. બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ભાજપે બંગાળની હિંસાના વિરોધમાં પાંચમી તારીખે રાષ્ટ્રવ્યાપી ધરણાની જાહેરાત કરી છે. જ્યારે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરીને સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરાઇ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Bansari

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!