GSTV
Home » News » ભાજપની ગુજરાતથી નીકળેલી વિકાસ યાત્રા નથી પહોંચી અસમ, આ છે વિદ્યાર્થીઓની પીડા

ભાજપની ગુજરાતથી નીકળેલી વિકાસ યાત્રા નથી પહોંચી અસમ, આ છે વિદ્યાર્થીઓની પીડા

સરકાર પુર્વોત્તરના રાજ્યોના વિકાસના મોટા દાવા કરી રહી છે. પરંતુ અસમની જે તસવીર સામે આવી તે સરકારના દાવાને ફગાવવા માટે પુરતી છે. અસમમાં બિશ્વનાથ જિલ્લાના નાદ્વારામાં બાળકોને શાળાએ જવા માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે. નદી પાર કરવા માટે હોડી જેવી સુવિધા હોય છે. પરંતુ આ બાળકોના નસિબમાં હોડી પણ નથી. જેથી બાળકોને શાળાએ જવા માટે મોટા તપેલામાં બેસીને નદી પાર કરવી પડે છે.

જીવના જોખમે નદી પાર કરતા બાળકો પોતાની સાથે તપેલા પણ લઈ જાય છે. આ મામલે શાળાના શિક્ષક જે. દાસે કહ્યું કે, બાળકો જીવના જોખમે નદી પાર કરીને શાળાએ આવે છે. અહીં કોઈપણ પ્રકારનો પુલ બનાવવામાં આવ્યો  નથી. જેથી બાળકોને નદી પાર કરવા માટે તપેલાનો ઉપયોગ કરવો પડે છે. અસમની આ તસવીર વિકાસની પોલ ખોલે છે. સાથે  શિક્ષણ  વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરી રહી છે.

Related posts

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!