GSTV
Gujarat Government Advertisement

તેલંગણામાં બહુપાંખિયા જંગમાં ટીઆરએસને સમર્થન આપવા ભાજપ રાજીના રેડ, મૂકી આ શરત

Last Updated on December 10, 2018 by Karan

તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં 11 ડિસેમ્બરે નક્કી થઈ જશે કે કોની સરકાર બનશે અને કોણ ઘરભેગુ થશે. એવામાં ભાજપે થોડી અટપટ્ટી જાહેરાત કરી છે. રવિવારે ભાજપે કહ્યું કે અમે ત્યારે જ ચંદ્રશેખર રાવની રાષ્ટ્રીય સમિતિને સમર્થન આપશું કે જ્યારે એ સમિતિ અસદુદીન ઓવૈસીની AIMIMનો સાથ છોડી દેશે. BJP અધ્યક્ષ લક્ષ્મણે કહ્યું કે ‘TRS જો AIMIM છોડી દે તો અમે એને સમર્થન આપવા માટે તૈયાર છીએ. તેલંગાણામાં સહકાર વગર સરકાર ન બનાવી શકુ.’ તેમજ આગળ કહ્યું કે તેલંગાણામાં ભાજપ સિવાય કોઈની સરકાર ન બની શકે. જો લોકો દ્વારા કોઈ પાર્ટીને પુર્ણ બહુમતી ન મળી તો અમે જ સરકારનો હિસ્સો હોઈશું. અમે કોંગ્રેસ કે AIMIMનો સાથ ન આપી શકીએ.

તો બીજી તરફ TRSએ ગઠબંધન કરવાની ના પાડી દીધી છે. TRSનાં નેતા ભાનુ પ્રસાદે કહ્યુ કે અમે કોઈ સાથે ગઠબંધન નહીં કરીએ. અમે એકલા જ સરકાર બનાવશું અને ઘણી બધી સીટોથી જીતીશું.

તો કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહારો કર્યા છે અને કહ્યું નરેન્દ્ર મોદીએ ક્યારેય રાવ પર કે TRS પર હમલો નથી કર્યો કારણ કે એ હંમેશા તેના માટે વિકલ્પ બનીને રહ્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!