GSTV
Home » News » નીતિનભાઈને મંત્રીપદ છોડાવવાની ભાજપની તૈયારી, આજે ફાયનલ થશે પાટીદાર નેતાનું ભવિષ્ય

નીતિનભાઈને મંત્રીપદ છોડાવવાની ભાજપની તૈયારી, આજે ફાયનલ થશે પાટીદાર નેતાનું ભવિષ્ય

એક તરફ લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરુઆત થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ હજુય ભાજપ હાઇકમાન્ડ ત્રણ બેઠકોના ઉમેદવારની પસંદગીના પેચમાં અટવાઇ પડી છે. અમદાવાદ પૂર્વ અને સુરતમાં કોને ટિકિટ આપવી તે મુદ્દે દિલ્હીમાં મથામણ ચાલી રહી છે. આ તરફ,આ ત્રણેય બેઠકોના મામલે પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરે પ્રદેશ નેતાગીરી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. મહેસાણામાં તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ચૂંટણી લડાવવા સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ આજે બપોર સુધીમાં ભાજપના સત્તાવાર રીતે ઉમેદવાર તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ફાઈનલ થઇ જાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ ગઈકાલે જ ગુજરાતની એક બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા, જે મહેસાણા માટે હતા. અહીંથી પૂર્વ આઈપીએસ અધિકારી એ જે પટેલ ચૂંટણી લડવાના છે.

અત્યાર સુધી ભાજપે ૨૬ બેઠકોમાંથી ૨૩ બેઠકોના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. હજુય ત્રણેક બેઠકોમાં મેળ પડયો નથી. સૂત્રોના મતે, ઉંઝામાં ધારાસભ્ય આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલ વચ્ચે રાજકીય જંગ જામતા મહેસાણા બેઠક પર ઉમેદવારની પસંદગીનુ કોકડું ગૂંચવાયુ છે કેમ કે, જો ઉંઝામાં આ બે જૂથો વચ્ચે જંગ જારી રહે તો મહેસાણા બેઠકના પરિણામ પર અસર થાય તેમ છે.

છેલ્લા કેટલાંય દિવસોથી ભાજપના નેતાઓ ઓપરેશન આશા શરુ કર્યુ હતુ પણ તેનો હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. ગાંધીનગરમાં ફોર્મ ભરવા આવ્યાં તે દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉંઝા વિવાદ ઉકેલવા જેમને જવાબદારી સોંપી હતી તે તમામ નેતાઓને ખખડાવ્યા હતાં . હજુય ઉંઝા પેટાચૂંટણીમાં કોણ ઉમેદવાર હશે તે મામલે સસ્પેન્સ યથાવત છે.

ઉંઝા વિવાદ ન ઉકેલાતા મહેસાણા બેઠક પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હાઇકમાન્ડ ચૂંટણી મેદાને ઉતારવા ઇચ્છુક છે.જોકે, નીતિન પટેલ આ મામલે રાજી નથી. તેમને કેન્દ્રીય રાજકારણ કરતાં ગુજરાતના રાજકારણમાં વધુ રસ છે પરિણામે તેઓ હાઇકમાન્ડનુ માને તેમ લાગતુ નથી. આ વિવાદને લીધે હાઇકમાન્ડ પણ પ્રદેશના નેતાઓથી ખફા છે. હવે આશા પટેલની જીતે છે કે નારણ લલ્લૂની જીત થાય તેના પર સૌની નજર છે.

આ તરફ, અમદાવાદ પૂર્વમાં પાટીદારને ટિકિટ આપવી કે, પછી બ્રાહ્મણને મેદાને ઉતારવો તે મુદદે ભાજપનો પેચ ફસાયો છે. સુરતમાં સુરતીને ટિકિટ આપવી કે પછી આયાતીને ટિકિટ આપવી તે અંગે ભાજપના નેતા મૂંઝવણ અનુભવી રહ્યાં છે. ટિકિટની વહેંચણી બાદ ઘણાં ઠેકાણે અસંતોષની આગ ભડકી છે. આમ, આ વખતે ઉમેદવારોની પસંદગી કરતાં ભાજપ હાઇકમાન્ડને મુશ્કેલી પડી છે.

READ ALSO 

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!