GSTV

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Last Updated on June 18, 2021 by Harshad Patel

અમદાવાદના જળાશયોમાંથી કોરોના વાયરસને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના કાંકરીયા, સાબરમતી નદી અને ચંડોળા તળાવના સેમ્પલ લેવાયા છે. જેમાં સાબરમતીમાં 694, કાંકરીયાથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવાયા છે.જ્યારે સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લેવાયા હતા.

ગાંધીનગર આઈઆઈટી અને 8 સંસ્થાના તારણો સામે આવ્યા

સેમ્પલ બાદ તેમાં તપાસ કરવામાં આવી હતી. ગાંધીનગર આઈઆઈટી અને 8 સંસ્થાના તારણો સામે આવ્યા છે. જળાશયોમાં કોરોના હોવાનું સામે આવતા ખળભળાટ ઉભો થયો છે.નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. ત્યાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયા હતા.

સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી

અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે.ત્યારે સાબરમતી નદીમાં કોરોના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી પ્રદુષિત હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા. સાબરમતી નદીનું પાણી માનવ જીવન માટે ઝેર સમાન છે.

સાબરમતી શુદ્ધિકરણ માટે 250 કરોડ રૂપિયા વેડફાયા

સાબરમતી શુદ્ધિકરણ માટે 250 કરોડ રૂપિયા વેડફાયા છે. કાંકરિયા, ચંડોળા અને સાબરમતીમાં કોરોના સેલ સામે આવ્યા છે. ભાજપ શાસકોના દાવાઓ ખોટા સાબિત થયા છે. અહેવાલ થી એ સ્પષ્ટ થયું કે સાબરમતી નદીમાં ગટરના પાણી ઠલવાય છે. સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી છે.નિષ્ફળ રહેલા શાસકો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. એપેડેમીક એકટ હેઠળ શાસકો સામે ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!