GSTV
Home » News » ગુજરાતનાં મહિલા ઉમેદવારોમાં ભાજપના આ પાટીદાર પાસે સૌથી વધારે મિલકત, આવકમાં પૂનમ માડમ મોખરે

ગુજરાતનાં મહિલા ઉમેદવારોમાં ભાજપના આ પાટીદાર પાસે સૌથી વધારે મિલકત, આવકમાં પૂનમ માડમ મોખરે

દરેક રાજકિય પાર્ટી મહિલા સશક્તિકરણની માત્ર વાતો કરે છે, પરંતુ જ્યારે ચૂંટણીમાં મહિલાને ટીકિટ આપવાની વાત આવે ત્યારે દરેક પાર્ટી બહુ ઓછી સંખ્યામાં મહિલાને ઉમેદવાર તરીકે પસંદ કરે છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે કુલ 7 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે 6 અને કોંગ્રેસે 1 મહિલા ઉમેદવાર ઉભા રાખ્યા છે. મહિલા ઉમેદવારોમાં શારદા પટેલ 37.47 કરોડની મિલકત સાથે સૌથી ધનિક ઉમેદવરા છે. જ્યારે બીજી તરફ ભાજપના જ ગીતા રાઠવા પાસે માત્ર 6 લાખની સંપત્તિ છે. ભાજપના ગીતા રાઠવા અને કોંગ્રેસના ગીતા પટેલ સિવાયના 5 મહિલા ઉમેદવારોએ વર્ષ 2017-18નાં રિટર્ન ફાઈલ કર્યા છે.

ભારતીબેન શિયાળ અને દર્શનાબેન જરદોશ પાસે 1.81 કરોડની મિલ્કત

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માડમ પાસે 21.97 કરોડની પ્રોપર્ટી છે. જ્યારે અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકના ઉમેદવાર ગીતા પટેલની પ્રોપર્ટી 1.10 કરોડની છે. આ ઉપરાંત ભાવનગરના ભાજપના ઉમેદવાર ભારતી શિયાળ પાસે 77,32,645ની મિલકત છે. જ્યારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ પાસે 1,30,49,343 કરોડની પ્રોપર્ટી છે. તેમજ સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશની પાસે 1,84,80,379ની મિલકત છે.

સૌથી વધુ આવક અને મિલકત ભાજપનાં ઉમેદવારો પાસે

ભાજપ કોંગ્રેસનાં મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મિલકત ભલે શારદા પટેલની હોય પણ સૌથી વધુ આવક પૂનમ માડમની છે. સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે પૂનમબેન માડમની આવક 2017-18 મુજબ 1,01,06,520 છે. જ્યારે ગીતા રાઠવા અને ગીતા પટેલની આવક શૂન્ય છે. આ ઉપરાંત ભારતી શિયાળની આવક 5,89,478, છે.મહેસાણાનાં ઉમેદવાર શારદા પટેલની આવક 9,43,100 રૂપિયા, રંજન ભટ્ટની આવક 7,91,252, અને દર્શના જરદોશની આવક 6,83,943 છે. આમ કહીં શકાય કે સૌથી વધુ આવક અને સૌથી વધુ મિલકત ભાજપના ઉમેદવારો પાસે જ છે.

મહિલા ઉમેદવારોની આવક અને મિલકત

પક્ષઉમેદવારબેઠકમિલકતઆવક
ભાજપશારદા પટેલમહેસાણા37.47 કરોડ9,43,100
ભાજપપૂનમ માડમજામનગર21.94 કરોડ1,01,06,520
ભાજપદર્શના જરદોશસુરત01.84 કરોડ6,83,943
ભાજપરંજન ભટ્ટવડોદરા01.30 કરોડ7,91,252
કોંગ્રેસગીતા પટેલઅમદાવાદ પૂર્વ01.10 કરોડNIL
ભાજપભારતી શિયાળભાવનગર77.32 લાખ5,89,478
ભાજપગીતા રાઠવાછોટાઉદેપુર06 લાખNIL

READ ALSO 

Related posts

ગુજરાતના જીતેલા ભાજપના સાંસદો આજે નીકળશે દિલ્હી જવા

NIsha Patel

જીતના લાડુ વેચી દીધા પછી ખબર પડી કે આપણે તો હારી ગયા છીએ! આ નેતા સાથે જબરૂ થયુ હો…

Arohi

પ્રચંડ જીત મેળવ્યાં બાદ આગામી પાંચ વર્ષમાં આ રહેશે મોદીના એજન્ડામાં મુખ્ય કામો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!