GSTV
Home » News » BJPના આ સાંસદ પર લેવામાં આવ્યું મોટું એક્શન, કોઈ પણ બુથમાં પ્રવેશ પર રોક

BJPના આ સાંસદ પર લેવામાં આવ્યું મોટું એક્શન, કોઈ પણ બુથમાં પ્રવેશ પર રોક

ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલાં બીજા ચરણના મતદાનમાં સતત વિવાદ થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરનાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ભોલા સિંહને પોલિંગ બુથ પર જતાં રોકવામાં આવ્યા હતા. ભોલા સિંહ જ્યારે પોલિંગબુથ પર પહોંચ્યા તો બહાર ઉભેલાં સુરક્ષાકર્મીઓએ તેમને ઈવીએમની નજીક જતાં રોક્યા હતા, આ દરમ્યાન સુરક્ષાકર્મી અને ભોલાસિંહ વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ ડીએમ એ સાંસદ ભોલાસિંહ પર ગંભીર કાર્યવાહી કરી હતી અને ભોલાસિંહને અન્ય પોલિંગબુથ પર જતાં પણ રોક્યા હતા.

સુરક્ષાકર્મીઓએ ભોલાસિંહને રોકતા તેઓ ભડકી ગયા હતા, અને તેમણે તરત જ ડીએમને ફોન લગાવ્યો હતો. ત્યારબાદ ડીએમએ સુરક્ષાકર્મીઓ સાથે વાત કર્યા બાદ ભોલાસિંહને રૂમમાં જવાની પરવાનગી આપી હતી. ફોન ઉપર સુરક્ષાકર્મીઓએ ડીએમને કહ્યુ હતુકે, ભોલાસિંહ રૂમમાં ઈવીએમ મશીન પાસે જવા માગતા હતા.

ઉલ્લેખનીય છે કે, ઇલેક્શન કમિશનનાં નિયમ મુજબ ઉમેદવાર પોલિંગબુથ પર મતદાન યોગ્ય રીતે થઈ રહ્યુ છેકે નહિ તેની તપાસ કરવા માટે જઈ શકે છે અને ઉમેદવાર પોલિંગબુથમાં બેઠેલાં અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. પરંતુ તે ઈવીએમ મશીન પાસે જઈ શકે નહીં. બુલંદશહેરમાં ગયા વર્ષે થયેલી હિંસાને કારણે સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

ભોલાસિંહના કહ્યા મુજબ, તેમના સાંસદ ફંડ હેઠળ સાડા 22 કરોડ રૂપિયાનાં વિકાસના કાર્યો પોતાના ક્ષેત્રમાં કર્યા છે. ગયા વર્ષે થયેલી હિંસાને તેમણે એક દુર્ઘટના ગણાવી હતી, અને તેની અસર ચૂંટણી પર ન થવી જોઈએ એવું તેમનું કહેવું છે.

પશ્વિમી ઉત્તર પ્રદેશની 8 સીટો પર ગુરૂવારે મતદાન થઈ રહ્યુ છે. ગુરૂવારે આની પહેલાં અમરોહામાં પણ વિવાદ થયો હતો. બીજેપી સાંસદ કંવરસિંહ તવરે નકલી વોટિંગનો આરોપ લગાવ્યો હતો. ત્યારે બસપાના ઉમેદવાર દાનિશ અલીએ પણ તેમની પર કાઉન્ટરઅટેક કર્યો હતો.

Read Also

Related posts

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi

મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપનો જ રહેશે, આદિત્યને ફડણવીસે કરી આ ઓફર

Mansi Patel

સૌરવ ગાંગુલીને લાગી લોટરી, ક્રિકેટના ધનાઢ્ય બોર્ડમાં અમિત શાહનો પણ વધ્યો દબદબો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!