GSTV
Home » News » ભાજપની સહયોગી પાર્ટીએ મોદી સરકારને મહત્વની બાબતે ઘેરી છે,જાણો શું છે મુદ્દો…

ભાજપની સહયોગી પાર્ટીએ મોદી સરકારને મહત્વની બાબતે ઘેરી છે,જાણો શું છે મુદ્દો…

ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકારને જીડીપી અને બેરોજગારી મુદ્દે ફરીવાર ઘેરી છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપને સલાહ આપતા જણાવ્યુ કે, દેશમાં નવી સરકાર જાહેરાત ન કરે પરંતુ કામ કરે.. શિવસેનાએ જણાવ્યુ કે, સરકારે દર વર્ષે બે કરોડ યુવાઓને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રોજગારીનું લક્ષ્ય પુરૂ કરવામાં સરકારને સફળતા મળી નથી.

જેથી તમામ મુદ્દા પર નહેરૂ-ગાંધી પરિવાર પર દોષનો ટોપલો ઢોળવો અયોગ્ય છે. દેશમાં આર્થિક વિકાસની ગતિ મંદ પડી છે. આકાશ ફાટ્યુ છે. જેથી આકાશની સિલાઈ કેવી રીતે કરવી તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સામનામાં વધુમાં જણાવવામાં આવ્યુ કે,  દેશમાં બેરોજગારીનું સંકટ છે. છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારીના આંકડામાં વધારો થયો છે.

જેમનો સ્વિકાર ખુદ સરકારે કર્યો છે.  એક તરફ સરકાર દાવો કરી છે કે દેશમાં અર્થવ્યવ્થા તેજી સાથે આગળ વધી રહ છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, દેશમાં વિકાસ દર સતત ઘટી રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!