GSTV
Home » News » ગુજરાતમાં નારાજ પાટીદારો સક્રિય, ભાજપનાં મનામણાં માટે હવાતિયાં

ગુજરાતમાં નારાજ પાટીદારો સક્રિય, ભાજપનાં મનામણાં માટે હવાતિયાં

CAIT support bjp

ભાજપની વોટબેન્ક ગણાતાં પાટીદાર મતદારો આ વખતે ફરી એકવાર ભાજપના જ હાથમાંથી સરકી જાય તેવી સ્થિતી સર્જાઇ છે. અનામત આંદોલન બાદ ભાજપથી નારાજ પાટીદાર અનામતનો પ્રશ્ન હલ થયા બાદ પણ ભાજપથી નાખુશ છે. એટલુ જ નહીં, ટિકિટની વહેંચણી સહિત અન્ય મુદ્દાઓના લઇને પાટીદારોમાં અડંરકરંટ જેવો માહોલ છે જેના પગલે ભાજપની નેતાઓએ ડેમેજકંટ્રોલ માટે દોડધામ મચાવી છે.

ઉંઝામાં પક્ષપલ્ટુ આશા પટેલને ટિકિટ અપાતાં પાટીદારો ભાજપને હરાવવા મેદાને પડયાં છે. પાટીદારોએ આશા પટેલનુ ચૂંટણી કાર્યાલય સુધ્ધાં બંધ કરાવી દીધાં છે. ઉંઝાના પડઘાં મહેસાણામાં પડયાં છે. અંહી ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલને ય પાટીદારોની નારાજગીનો ભોગ બનવુ પડે તેમ છે.

અમદાવાદ પૂર્વમાં પાટીદારો હજુય ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની તરફેણમાં નથી કેમકે, સી.કે.પટેલને વચન આપીને છેલ્લી ઘડીએ ટિકિટ ન અપાતાં પાટીદાર આગેવાનો ય નારાજ થયાં છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાનુ પત્તુ કપાતાં પાટીદાર સમર્થકો ભાજપની નારાજ છે. પાટીદાર યુવાઓ તો હજુય અનામત આંદોલનમાં પોલીસના જોરજુલમને લઇને રાજકીય બદલો લેવાના મતમાં છે. પાટીદાર પ્રભુત્વ બેઠકો પર અસર પહોંચી શકે છે.

અમદાવાદમાં એસસી હાઇવે સ્થિત ઉમિયા કેમ્પસ પાટીદાર યુવાઓ એકઠાં થવાના હતાં. રૃા.૩૦ હજાર ડિપોઝીટ સુધ્ધાં અપાઇ હતી પણ છેલ્લી ઘડીએ ચૂંટણીપંચે આ હોલ પર કબજો જમાવી દીધો છે જેના કારણે પાટીદારો વધુ ભડક્યાં છે. પાટીદારોએ હવે નવી સ્ટ્રેટેજી ઘડીને ખાનગી બેઠકોનો દોર શરુ કર્યો છે જેની ગંધ આવી જતા ભાજપ સમર્થક પાટીદારો આગેવાનો નારાજ પાટીદારોને મનાવવા કામે લાગ્યાં છે. ભાજપવિરોધી પાટીદાર યુવા નેતાઓ પર ભાજપ-પોલીસે બાજનજર રાખી છે. ગુજરાતમાં પાટીદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે તે જોતાં ડેમેજકંટ્રોલ કરવા ભાજપ સક્રિય બન્યુ છે.

READ ALSO

Related posts

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

આ શું? અચાનક એવું શું થયું કે સાંસદ જાહેરમાં રડી પડ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!