GSTV
Home » News » BJPની 10મી યાદી: દિગ્ગજોનાં પત્તા કપાયા, અનેક સાંસદોની બેઠક બદલાઇ

BJPની 10મી યાદી: દિગ્ગજોનાં પત્તા કપાયા, અનેક સાંસદોની બેઠક બદલાઇ

modi

લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એમ બે રાજ્યો માટે કુલ 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નવી યાદીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કાનપુરના સાંસદ મુરલી મનોહર જોશીની ટિકીટ કપાઇ છે. બીજી તરફ ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં અભિનેત્રી જયા પ્રદાને ટિકીટ ફાળવાઇ છે. જ્યારે કે મેનકા ગાંધી અને તેમના પુત્ર વરૂણ ગાંધીની બેઠકોની અદલાબદલી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 10મી યાદી અંતર્ગત કુલ 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જે પૈકી ઉત્તર પ્રદેશના 29 અને પશ્ચિમ બંગાળના 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપની આ યાદીમાં ઉત્તર પ્રદેશમાં ઘણા ફેરફાર જોવા મળ્યા હતાં.

ભારતીય જનતા પાર્ટીએ આજે 39 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. તેમાંથી 29 ઉમેદવારો યુપીમાંથી છે. આ પહેલા ભાજપે 31 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આજે જાહેર કરાયેલી યાદીમાં ભાજપનાં અનેક સાંસદોને કદ પ્રમાણે વેંતરી નાંખવામાં આવ્યા છે. જેમાં એલકે આડવાણી અને મુરલી મનોહર જોષીનું નામ મોખરે છે. તેમજ અનેક વર્તમાન સાંસદોની બેઠક બદલવામાં આવી છે. જેથી અંદરખાને સાંસદોમાં પક્ષ પ્રત્યે નારાજગી જોવા મળે છે.

આટલા સાંસદોની ટીકિટ કાપવામાં આવી

  • ઇટાવા – અશોક દોહરે
  • કાનપુર – મુરલી મનોહર જોષી
  • બારાબંકી – પ્રિયંકા રાવત
  • રામપુર – નેપાલ સિંહ
  • કુશીનગર – રાજેશ પાંડે

આ સાંસદોની બેઠક બદલાઇ

સાંસદ પહેલા ક્યાંથી સાંસદ હતા હવે ક્યાંથી ઉમેદવાર બનાવાયા
વિરેન્દ્રસિંહ મસ્ત ભદોહી બલિયા
રામશંકર કઠેરિયા આગરા ઇટાવા
વરૂણ ગાંધી સુલતાનપુર પીલીભીત
મેનકા ગાંધી પીલીભીત સુલતાનપુર

આ સિવાય ભારતીય જનતા પાર્ટીએ વર્તમાનમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પ્રધાનપદ ભોગવી રહેલા ધારાસભ્યોને પણ ટીકિટ ફાળવીને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સત્યદેવ પચૌરી અને મહિલા મંત્રી રીટા બહુગુણા જોષીનો સમાવેશ થાય છે. જો કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. જેનાં કારણે દરેક રાજકિય પક્ષો યુપી પર નજર માંડીને બેઠા છે.

READ ALSO 

Related posts

પ્રદૂષણ પર ચર્ચા કરવા માટે માસ્ક પહેરીને સંસદ પહોંચી TMC સાંસદ, ગંભીર બોલ્યો- રાજકારણ બંધ કરો

Mansi Patel

ભારત રત્ન આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી, મોદી સરકારે ભાજપના સાંસદને જ ઝાટક્યા

Mansi Patel

ગુજરાત બાદ દિલ્હી અને ઉત્તરાખંડની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!