GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભાજપે ન કરી હારની ચર્ચા : લોકસભા જીતવા હવે બદલી આ રણનીતિ, ગુજરાતને થશે ફાયદો

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સામે ભાજપને મળેલી હાર બાદ ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી. સંસદભવનના લાઈબ્રેરી ભવન ખાતે યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી હારના મામલે કોઈ ચર્ચા થઈ નથી. સંસદીય દળની બેઠકમાં માત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને અનંત કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં હારના મામલે કોઈપણ રજૂઆત કરી નથી.

જણાવવામાં આવે છે કે આ બેઠકમાં ચૂંટણીની હાર મામલે કોઈ ચર્ચા થઈ નથી. બેઠકમાં વડાપ્રધાન મોદી સિવાય ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહીતના પાર્ટીના સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં ક્યાં મુદ્દે ચર્ચા થઈ તેના સંદર્ભે હજી કોઈ ખુલાસો થયો નથી. પરંતુ સૌની નજર એ વાત પર હતી કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપના સાંસદોને કોઈ રાજકીય સંદેશો આપ્યો છે કે નહીં. મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં ભાજપને કોંગ્રેસના હાથે મળેલી હાર પર પાર્ટીમાં મંથનનો તબક્કો શરૂ થઈ ગયો છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 2019ની લોકસભાના ચૂંટણી અભિયાનની રૂપરેખ મામલે પણ અમિત શાહ દ્વારા ચર્ચાવિચારણા બાદ સૂચક માર્ગદર્શન આપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકની યોજના ચૂંટણી પરિણામની ઘોષણા પહેલા તૈયાર કરવામાં આવી હતી.

બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર નેતાઓના અભિપ્રાયો મેળવવામાં આવશે. આ બેઠકમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનારા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના એજન્ડાને લઈને પણ ચર્ચા થવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેવી રીતે સંગઠન તૈયાર કરવું અને સ્થાનિક મુદ્દાઓ પર ભાજપની કેવી રણનીતિ કેવી હોવી જોઈએ તેના સંદર્ભે મહત્વની ચર્ચાવિચારણા થવાની છે.

કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓને જમીની સ્તરે ઝડપથી પહોંચાડવા માટે વિશેષ રણનીતિ મામલે પણ મંથન કરવામાં આવશે. બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને પાર્ટી વચ્ચે સમન્વયને બહેતર બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી અને રાજકીય પદોની ખાલી જગ્યાઓ પર પાર્ટીના નેતાઓની ઝડપથી નિયુક્તિઓ કરવા મામલે પણ વિચારણા થવાની છે.

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

196 કિલોના ગોરિલ્લો બિમાર થતાં કરાયો કોરોના ટેસ્ટ, રિપોર્ટ જોઈ ડોક્ટર્સ પણ માથુ ખંજવાળવા લાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!