GSTV

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

ભારતની આઈટી સિટી તરીકે ઓળખાતુ બેંગ્લોર આતંકીઓનો ગઢ બની ચુક્યો હોવાનો આરોપ ભાજપ યુવા મોરચાના નવા અધ્યક્ષ તેમજ બેંગ્લોરના સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્યો છે.

ગૃહ મંત્રી સાથે કરી મુલાકાત

તેમણે આજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કહ્યુ હતુ કે, બેંગ્લોરમાંથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી છે.અહીંયા કેટલાક સ્લીપર સેલ પણ સક્રિય હોવાનુ બહાર આવ્યુ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને NIAની એક અલાયદી ઓફિસ બેંગ્લોરમાં શરુ કરવામાં આવે.મને ગૃહ મંત્રીએ આ માંગણી પૂરી કરાશે તેવુ આશ્વાસન પણ આપ્યુ છે.

NIA કરી 10 આતંકીઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ NIA દ્વારા દેશભરમાંથી 10 લોકોની ધપકડ કરવામાં આવી હતી.તેમના સંબંધ પાકિસ્તાન સાથે હોવાનુ મનાઈ રહ્યુ છે.થોડા સમય પહેલા દિલ્હીમાંથી પણ ઈસ્લામિક સ્ટેટના એક આતંકીને પકડવામાં આવ્યો હતો.

બેંગ્લોર હિંસાની તપાસ કરી રહ્યું છે NIA

ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરમાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને લઈને તોફાનો પણ થયા હતા.આ મામલાની તપાસ પણ  NIA જ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!