GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

મમતા બેનર્જીનું આ મીમ શેર કરવું ભાજપની કાર્યકર્તાને પડ્યું ભારે, જવું પડ્યું જેલ

Priyanka Sharma

પશ્ચિમ બંગાળામાં મમતા બેનર્જી પરનું મીમ શેર કરનારી ભાજપની મહિલા કાર્યકર્તાને જેલ મોકલી દેવામાં આવી છે. જેનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે. હાલમાં જ 6 તારીખે Met Galaમાં પ્રિયંકા ચોપરાનો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. લોકોએ પ્રિયંકાના વાળની ખૂબ મજાક ઉડાવી હતી. જેના કારણે ટ્વીટર, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર મીમ્સનું તોફાન આવી ગયું હતું. પણ જ્યારે ભાજપની મહિલા કાર્યકર્તા જેનું પણ અનાયાસે નામ પ્રિયંકા જ છે. આ પ્રિયંકા શર્માને મમતા બેનર્જી પર મીમ બનાવવાનું ભારે પડી ગયું અને તેને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવી.

પ્રિયંકા શર્મા ભારતીય જનતા યુવા મોર્ચાની સદસ્ય છે. તેણે 9 મે રાત્રે 5 વાગ્યે ફેસબૂક પર મમતા બેનર્જી પર મીમ બનાવ્યું હતું. જે પછી તૃણમૂલ કોંગ્રેસના નેતા બિવસ ચંદ્ર હજારાએ દાસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કહ્યું કે, આ પ્રકારનું મીમ બનાવી પ્રિયંકા શર્માએ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું અપમાન કર્યું છે. જે સાઈબર ક્રાઈમની કેટેગરીમાં આવે છે અને તેના માટે સજા મળવી જોઈએ.

આ પહેલીવાર નથી

2012માં જાદવપૂર યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસર અમ્બિકેશ મહાપાત્રાને એક દિવસ માટે જેલ જવું પડ્યું હતું. તેમની ભૂલ એટલી જ હતી કે તેમણે મમતા બેનર્જી પર કાર્ટૂન બનાવ્યું હતું. એવા બીજા પણ ઘણા ઉદાહરણો છે. જેમાં મીમ્સના કારણે જેલ જવાનો વારો આવ્યો હોય.

સોશિયલ મીડિયા પર લોકો પ્રિયંકાના સમર્થનમાં

પ્રિયંકાની ધરપકડની ખબર સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રિયંકાના સપોર્ટમાં લોકો આવવા લાગ્યા છે. ટ્વિટર પર #IsupportPriyankaSharma ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. મમતા બેનર્જીના આ તાનાશાહી રવૈયાને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ફ્રીડમ ઓફ હ્યુમર

બોલવાની આઝાદીની વાતો કરનારા મમતા બેનર્જી એક સામાન્ય મજાક પણ સહન નથી કરી શકતા. અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર લોક અઢળક મીમ્સ બનાવી ચૂક્યા છે. મોટા મોટા લેખકો અને કાર્ટૂનિસ્ટ પોતાના પસંદીદા નેતાઓનું કાર્ટુન અથવા તો કેરિકેચર બનાવી હ્યુમર કરે છે. હરિશંકર પરસાઈથી લઈને શરદ જોશી સુધીના નેતાઓની વ્યંગ વાર્તાઓના કેન્દ્રમાં પણ નેતાઓ જ હોય છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!