GSTV
India News Trending

અંડરગ્રાઉન્ડ ડ્રગસનો ધંધો ચલાવતી હતી ભાજપની આ યુવા નેતા, પોલીસે કર્યો પર્દાફાશ

પશ્વિમ બંગાળ ભાજપના યુવા મોરચાની સેક્રેટરી પામેલા ગોસ્વામીની પોલીસે કોકેઈન સાથે ધરપકડ કરી હતી. તેની સાથે ડ્રગ સપ્લાયર અને ભાજપનો જ યુવા નેતા પ્રબીર ડે પણ પકડાયો હતો.પશ્વિમ બંગાળની પોલીસે કોલકાત્તામાંથી ભાજપની યુવા મોરચાની સેક્રેટરી પામેલા ગોસ્વામીને કોકેઈનના જથ્થા સાથે પકડી લીધી હતી. તેની સાથે તેનો મિત્ર અને ડ્રગ સપલાયર તેમ જ યુવા ભાજપનો નેતા પ્રબીર કુમાર ડે પણ પકડાયો હતો.

બંને લાંબાં સમયથી ડ્રગ રેકેટ ચલાવતા હતા એવું પોલીસે કહ્યું હતું. કોલકાત્તા પોલીસના કહેવા પ્રમાણે પામેલા ગોસ્વામી ઘણાં સમયથી અંડરગ્રાઉડ ડ્રગનું રેકેટ ચલાવતી હતી.

પામેલા ગોસ્વામી ઘણાં સમયથી ચલાવતી હતી અંડરગ્રાઉન્ડ ડ્રગનું રેકેટ

પ્રબીર કુમાર પણ તેમાં સામેલ હતો. પોલીસને ડ્રગ્સની હેરાફેરીની માહિતી મળી હતી. ઘટના સ્થળે પોલીસે કારની તપાસ કરી હતી અને એ દરમિયાન જ કોકેઈન મળી આવ્યું હતું. લાખો રૃપિયાના કોકેઈન સાથે પોલીસે તેને રંગે હાથ પકડી લીધી હતી.
પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે હજુ પણ આમાં ઘણાં આરોપીઓ સંડોવાયેલા હશે. જોકે, સ્થાનિક ભાજપના નેતાઓએ આ મુદ્દે બચાવ કરતા કહ્યું હતું કે ભાજપને નિશાન બનાવવા માટે અગાઉ પણ હથિયારોની હેરફેરીના આરોપ યુવા નેતાઓ પર લાગી ચૂક્યા છે એટલે નિષ્પક્ષ તપાસ જરૃરી છે. બીજી તરફ પોલીસે બંનેની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

read also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV