GSTV

અલ્પેશ ભાજપમાં જોડાશે તો મંત્રીપદ નહીં મળે, આ વિભાગમાં નાખવાની ભાજપ કરી રહ્યું છે તૈયારીઓ

MLA Alpsesh Thakor

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપમાં ડખા શરૂ થયા છે. અલ્પેશ ઠાકોરને મંત્રી પદ નહી પરંતુ ઠાકોર, કોળી વિકાસ નિગમના ચેરમેન બનાવવામા આવે તેવ શક્યતા છે. રૂપાણી સરકારમાં કોંગ્રેસ છોડીને આવેલા કુંવરજી બાવળિય ને જવાહર ચાવડે પ્રધાન પદ અપાયુ. અને ચાર ચાર ટર્મ જીતનારા ધારાસભ્ય હજુ પણ પ્રધાન પદની રાહ જોઈને બેઠા છે.

ત્યારે અલ્પેશ ઠાકોરને પ્રધાન બનાવવામાં આવે તો ભાજપમા અસંતોષની આગ ભભૂકી શકે છે. બીજીતરફ શંકર ચૌધરી માટે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક ખાલી કરવી પડે તેવી દશા પણ આવી છે. કારણ કે, શંકર ચૌધરીને પ્રધાન બનાવવા માટે તખ્તો ગોઠવાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી બળવો કરી નીકળેલા અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ મામલે અગાઉ કોંગ્રેસમાંથી કૂદકો મારી આવેલા ભાજપના ધારાસભ્યોને જે રીતે ભાજપે માનપાન અને મંત્રી પદ આપ્યું તેવું અલ્પેશના કિસ્સામાં નહીં બને. ક્રોસ વોટિંગના કારણે હવે કોંગ્રેસે પણ અલ્પેશ વિરૂદ્ધ પોતાનો મોરચો ખોલ્યો છે. થઈ શકે તેટલી કાર્યવાહી તેઓ અલ્પેશ વિરૂદ્ધ કરવા માગે છે.

ક્રોસ વોટિંગના દિવસે જ કોંગ્રેસે અલ્પેશ પર પક્ષાંતર ધારો કરવાની હિલચાલ શરૂ કરી દીધી હતી. જેથી આગામી 6 વર્ષ સુધી અલ્પેશ કોઈ પણ પ્રકારની ચૂંટણી ન લડી શકે ત્યારે ભાજપમાં જોડાવાની શક્યતાઓ વચ્ચે અલ્પેશને ભાજપ કયો મોહનથાળ ખવડાવે છે એ જોવાનું રહેશે.

READ ALSO

Related posts

સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયા ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સરકારને ભરોસે ના રહેશો : ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહયો છે કોરોના, મોતના આંકમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

Karan

5 દિવસ પહેલાં ઓપરેશન કરનાર તબીબ નીકળ્યો કોરોના પોઝિટીવ, ફસાયું આ દંપતિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!