GSTV

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે જીત મેળવ્યા બાદ દિલ્હીમાં આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં પક્ષ પ્રમુખ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં પક્ષનાં સિનીયર નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં. આજે મળેલી બીજેપી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં  હિમાચલ ભાજપનાં નેતા જગત પ્રકાશ નડ્ડાને ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે.

મહત્વનું છે કે, અમિત શાહે પાંચ વર્ષ સુધી પક્ષ પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી હતી. તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં પક્ષ પ્રમુખ અમિત શાહને ગૃહમંત્રીનું પદ સોંપાયું છે. ત્યારે ભાજપનાં પ્રમુખ પદે કોણ તે સવાલ ચર્ચામાં હતો. જો કે હજુ સ્થાયી પ્રમુખ મળ્યા નથી. જેપી નડ્ડા કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.

અક વખત હતો જ્યારે દેશની રાજનીતિમાં કોંગ્રેસને સૂરજ મધ્યાહ્ને હતો. આજે ભાજપનો સૂરજ મધ્યાહ્ને ચમકી રહ્યો છે. તેથી તેની દરેક ગતિવીધી પર દેશની નહિં પરંતુ વિશ્વની નજર હોય છે. જો કે કાર્યકારી ભાજપ પ્રમુખ પદે આરૂઢ થયેલા જેપી નડ્ડા કોણ છે. તે જાણવાની સૌની તાલાવેલી હોય છે.

જેપી નડ્ડા કોણ છે?

59 વર્ષિય જેપી નડ્ડા હિમાચલ પ્રદેશના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમનાં માતા-પિતા તબીબ હતા. B.A., LLB સુધી અભ્યાસ ધરાવતા નડ્ડા વિદ્યાર્થીકાળથી આરએસએસ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી પરિષદ સહિત સંઘની વિવિધ સંસ્થાઓમાં સંગઠન ક્ષેત્રે કામગીરી નિભાવ્યા બાદ નડ્ડા ભાજપ સાથે જોડાયા હતા. 1993માં સૌ પ્રથમ વખત તેઓ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્રણ વખત ધારાસભ્ય બનેલા નડ્ડા હાલ રાજ્યસભાના સભ્ય છે.

જેપી નડ્ડાનો જન્મ 2-ડિસેમ્બર,1960માં બ્રાહ્મણ પરિવારમાં ડો. નારાયણ લાલ નડ્ડાનાં ઘરે થયો હતો. તેમનું શિક્ષણ પટનાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં થયું હતું. પટના કોલેજ અને પટના યુનિવર્સીટીમાં બીએ અને એલએલબી સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. જેપી નડ્ડાનાં નામે ઓળખાતા ભાજપનાં નવા કાર્યકારી અધ્યક્ષનું પુરૂ નામ જગત પ્રકાશ નડ્ડા છે

મોદી સરકારની પહેલી ટર્મમાં તેઓ આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અમિત શાહે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપને જે મુકામ પર પહોંચાડ્યો છે એ જોતાં નડ્ડા માટે એ સફળતાનું પુનરાવર્તન કરવું બહુ મોટો પડકાર બની રહેશે.

READ ALSO

Related posts

દુનિયાના 150 દેશમાં સક્રિય છે તબલિગી જમાત, પરંતુ ઈસ્લામના ઉદગમ બિંદુ સમાન આ બે દેશમાં છે પ્રતિબંધિત

Ankita Trada

મોદી સરકારના જૂઠ્ઠાણાની પોલ ખુલ્લી પડી, Corona યુદ્ધની લડાઈમાં આ વસ્તુની છે મોટી ખામી

Ankita Trada

તબલિગી જમાતીઓએ તો હદ પાર કરી: હોસ્પિટલમાં નર્સો સામે કરી અશ્લિલ હરકતો, કપડાં કાઢી ફરવા લાગ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!