VIDEO: કેજરીવાલ ભાષણ આપી રહ્યા હતાં, લોકોએ ખાંસીની અવાજ કાઢી ઉડાવી મજાક

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુરૂવારે જ્યારે એક સરકારી કાર્યક્રમ દરમ્યાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક એવી સ્થિતિનો સામનો કરવો પડ્યો, જે અંગે તમે ક્યારેય પણ વિચાર્યુ પણ નહીં હોય. ખરેખર, સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય પરિયોજના અને દિલ્હી જળ બોર્ડ તરફથી યમુના સ્વચ્છતા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં કેજરીવાલ સિવાય કેન્દ્રીય ગંગા સંરક્ષણ પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિજ્ઞાન ભવનમાં આયોજીત આ કાર્યક્રમ દરમ્યાન જેવુ કેજરીવાલે ભાષણ આપવાનુ શરૂ કર્યુ ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ ખાંસી ખાવાનો અવાજ કાઢીને તેના ભાષણમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ જે લોકો શાંત ના થયા તો નીતિન ગડકરી અને હર્ષવર્ધને હસ્તક્ષેપ કરવો પડ્યો.

ગડકરીએ લોકોને કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે, થોડા શાંત રહો. આ કાર્યક્રમમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા, જળ સંસાધન અને રાજ્ય પ્રધાન સત્યપાલ સિંહ સહિત કેટલાંક ભાજપ સાંસદ તથા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહીં જણાવવાનું કે કેજરીવાલ 2016 સુધી ખાંસીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં હતાં અને બાદમાં તેમણે બેંગલુરૂની એક હોસ્પિટલમાં પોતાની સર્જરી કરાવવી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેજરીવાલની ઉધરસ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. 2015માં વડાપ્રધાન મોદીએ પણ કેજરીવાલને ઉધરસથી છૂટકારો મેળવવા માટે પોતાના યોગગુરૂ ડૉ. નાગેન્દ્ર પાસે સારવાર કરાવવાની સલાહ આપી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter