GSTV
Bhavnagar ગુજરાત

Video: ભાજપના જ સ્નેહમિલનમાં પાર્ટીના કાર્યકરોને નહોતો રસ, લુડો રમતા ઝડપાયા ‘કર્મઠ કાર્યકરો’

ભાવનગર ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપી હતી. એક તરફ જ્યાં સીએમ પટેલ કાર્યકરોને સંબોધિત કરી રહ્યાં હતાં તો બીજી તરફ કાર્યકરોમાં જ કાર્યક્રમને લઈને નીરસતા જણાઈ રહી હતી.

ભાજપ

ભાવનગર શહેર ભાજપના સ્નેહમિલનમાં લોકો ટાઈમપાસ કરતા જોવા મળ્યા. માત્ર લોકો જ નહીં પરંતુ ભાજપના આ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર ચાલુ કાર્યક્રમે કંટાળો આવતો હોય તેવી રીતે પોતાના મોબાઇલમાં લૂડો ગેમ રમતા જોવા મળ્યા હતા.

ભાવનગરમાં એક બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ ચાલુ હતો. તો બીજી બાજુ કાર્યકરોએ ભોજન માટે પડાપડી કરી. મહિલાઓ સહિત અનેક કાર્યકરોએ ભોજન માટે રીતસરની દોટ મૂકી. શિસ્તતાની વાતો કરતા ભાજપના કાર્યકર્તાઓ કેવી શિષ્ટતા જાળવી રહ્યા છે તે આ દ્રશ્યોમાં જોઇ શકાય છે. કાર્યકરો આડશ કૂદીને ભોજન કક્ષ તરફ જતા નજરે ચઢ્યા. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી AndroidApp ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

જળ આંદોલન! બનાસકાંઠાના 125 ગામડાઓના 25 હજાર ખેડૂતોની મહારેલી, પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે

pratikshah

મિશન 2022! વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો શંખ ફૂંકશે, 28મીએ આટકોટમાં સભા સંબોધશે

pratikshah

ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી, દરિયો નહીં ખેડવા માછીમારોને ચેતવણી

pratikshah
GSTV