GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

રાજ્યસભાની ઔપચારિક મેચમાં ભાજપે કોંગ્રેસની બંને વિકેટો ખેરવી નાખી, ચૂંટણી બની હતી રણમેદાન

રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટીંગ અને વિવાદ બાદ ભાજપે રાજ્યસભાની બંન્ને બેઠકો પર કબ્જો કર્યો છે. ભાજપે રાજ્યસભામાંથી બે સભ્યોને મેદાને ઉતાર્યા હતા જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને હતા. તો સામે કોંગ્રેસે ગૌરાંગ પંડ્યા અને ચંદ્રિકા બેન ચુડાસમાને ઉતાર્યા હતા. વોટિંગની પ્રક્રિયાને લઈ પહેલાથી જ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ હતી પણ આખરે તેમને નિરાશા હાથ લાગી હતી. આ વચ્ચે આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાના ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસ દોડતું થઈ ગયું હતું. અન્ય ધારાસભ્યોને આ માટે કોંગ્રેસ બલરામપુર ખાતે લઈ ગઈ હતી. જેથી ક્રોસ વોટિંગના ભયથી બચી શકાય પણ આજે એ જ વસ્તુ બની હતી જેનો કોંગ્રેસને ભય પહેલાથી સતાવતો હતો. ઉલ્લેખનીય છે કે પહેલાથી નક્કી હતું કે ભાજપ જીતી રહી છે જેથી કોંગ્રેસ માટે આ ઔપચારિક મેચ રહી હતી. જો કે સત્તાવાર જાહેરાત બાકી હોવા છતાં ભાજપના આઈ.કે.જાડેજાએ ટ્વીટ કરી શુભેચ્છાનો ધોધ વાઈરલ કર્યો હતો.

સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું

રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું. જે બપોરના 4 વાગ્યા સુધી ચાલ્યુ હતું. આ ચૂંટણીમાં મતદાનમાં કોને કેટલા મતો મળવાના હતા તે પણ વાત નિશ્ચિત હતી. પરંતુ કોંગ્રેસ માટે એ સસ્પેન્સ હતું કે આપણા કેટલા આપણા રહેશે અને થયું પણ એવું જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની નારાજગી મતદાનમાં દેખાઇ અને ક્રોસ વોટિંગ કર્યા બાદ બંનેએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ હતું. આ ચૂંટણીમાં ભાજપને પાંચ મતનો ફાયદો થયો કારણ કે 1 NCP, 2 BTP અને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ભાજપના ઉમેદવારોને મત આપ્યા જેથી કોંગ્રેસ માટે હારનું અંતર વધારે વધી ગયું હતું.

મતદાન બાદ અલ્પેશ ઠાકોરની વિધાનસભા ભાજપના દંડક સાથે મુલાકાત

મતદાન બાદ અલ્પેશ ઠાકોર વિધાનસભાના ભાજપના દંડક પંકજ દેસાઇને મળ્યા હતા. જેથી અલ્પેશનું ભાજપમાં જોડાણ થશે તે વાતને વધુ વેગ મળ્યો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ બન્ને ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરવા બદલ ગેરલાયક ઠેરવવા માટેની કવાયત શરૂ કરી હતી. જેના ભાગરૂપે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના લિગલ એડવાઈઝર બાબુ માંગુકીયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની સાથે મુલાકાત કરી હતી.

કૉંગ્રેસે સસ્પેન્શનની કરી વાત

મતદાન પ્રકિયા પૂરી થયા બાદ 4 વાગ્યા આસપાસ કોંગ્રેસે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ બંને ધારાસભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના ક્રોસ વોટિંગનો કરંટ કોંગ્રેસને લાગ્યા બાદ કોંગ્રેસે બંને ધારાસભ્યોના મત રદ કરવા અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

READ ALSO

Related posts

કોરોના: દેશના કુલ મૃત્યુનાં 15 ટકા જેટલા મોત માત્ર આ શહેરમાંથી નોંધાયા, સરકાર મૃત્યુદર ઘટાડવામાં નિષ્ફળ

pratik shah

1983ના વર્લ્ડ કપ પરની ફિલ્મમાં આ દિગ્ગજ ક્રિકેટરના પુત્રો નિભાવી રહ્યા છે પિતાનો રોલ

Bansari

કોરોનાનો સંકજો: શહેરમાં વધુ 8 ડોક્ટર્સ- મેડિકલ સ્ટાફ પોઝિટીવ, 200થી વધુ ફ્રંટલાઈન વોરિયર્સ સંક્રમિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!