GSTV

ગુજરાતની ભાજપ સરકારના મંત્રી લગ્ને લગ્ને કુંવારા, મહિલા કાર્યકરને કહ્યું ‘પત્ની ખુશ કરતી નથી તું કરી દે’

Last Updated on November 24, 2021 by Dhruv Brahmbhatt

એક તરફ સરકાર એવાં દાવા કરી રહી છે કે, ભાજપના રાજમાં મહિલાઓ સલામત છે. એમાંય વળી ગુજરાતમાં તો સરકાર એટલે સુધીનો દાવા કરતી હોય છે કે, ગુજરાતમાં તો મહિલાઓ ગમે ત્યારે અને કોઇ પણ જગ્યાએ ઇચ્છે ત્યારે સહેજ પણ ડર રાખ્યા વિના હરીફરી શકે છે. પરંતુ લાગે છે કે સરકારનો આ દાવો ભાજપના રાજમાં ખોટો સાબિત થઇ રહ્યો છે. કારણ કે ભાજપના રાજમાં ગુજરાતના જ એક દિગ્ગજ મંત્રી પર એક મહિલાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે જે સરકાર માટે સૌથી શરમજનક બાબત કહેવાય.

bjp flag

પ્રાંતિજના દિગ્ગજ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ભાજપની જ મહિલા કાર્યકરને પ્રેમજાળમાં ફસાવી

ભાજપના રાજમાં તેમના જ પક્ષના એક મહિલા કાર્યકર સલામત ન હોવાનો પીડિતાનો દાવો છે. કારણ કે, ભાજપની મહિલા કાર્યકરને પ્રેમમાં ફસાવી શારીરિક સંબંધો બાંધવાનો ભાજપના જ મંત્રી પર ગંભીર આક્ષેપ લાગ્યો છે. જેની માટે મહિલાએ અનેક વખત અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસ સ્ટેશનના દરવાજાઓ ખટખટાવ્યા હતાં છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન હોતી કરાઇ.

અહીં વાત થઇ રહી છે ગુજરાતની ભાજપ સરકારના લગ્ને-લગ્ને કુંવારા એવાં પ્રાંતિજના દિગ્ગજ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની. પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમારે અમદાવાદ શહેર ભાજપની જ એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેઓને પત્ની બનાવવાનું વચન આપ્યું હતું. જો કે બાદમાં આ મહિલા કાર્યકરે અનેક જગ્યાએ આ મામલે રજૂઆતો કરી હતી તેમ છતાંય કોઇ પણ જગ્યાએથી તે મહિલાને ન્યાય ન હોતો મળતો.

મહિલા કાર્યકરે અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા છતાં ન્યાય ન મળ્યો

તમને જણાવી દઇએ કે, ભાજપ મહિલા કાર્યકરે અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસ સ્ટેશન સુધીના દરવાજા ખટખટાવ્યા હતાં. કંટાળીને મહિલાએ રાજ્ય પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી છતાં તત્કાલિન CPના રીડર PI દહીંયાએ અવાર નવાર ધક્કા ખવડાવી અરજી આવી નથી તેવો જવાબ આપ્યો હતો. બાદમાં આ મહિલાએ ફરીથી DG ઓફિસ પહોંચીને અરજી સંદર્ભે પૂછપરછ કરતા સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. ત્યાં બે મહિલા પોલીસકર્મીઓ અને રાઇટર નરેન્દ્રસિંહએ મોટા માણસ સામે ફરિયાદ ન કરવા માટે સમજાવટ કરી હતી.

વધુમાં આ મહિલાએ કોઈ જ કાર્યવાહી ન થતાં હિંમતનગરમાં મુખ્યમંત્રીના એક કાર્યક્રમમાં હોબાળો મચાવવા પણ ચીમકી આપી હતી. છતાં તેની પરિસ્થિતિ કે વાસ્તવિકતા જાણીને તે મહિલાની અટકાયત કરાઇ હતી.

જાણો શું છે સમગ્ર ઘટના?

અમદાવાદ ભાજપની મહિલા કાર્યકર વર્ષ 2020 માં ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ તેઓ બંનેની વચ્ચે વોટ્સએપ મેસેજ દ્વારા ચેટિંગ થતું. એ જ દરમિયાન ગજેન્દ્રસિંહએ આ મહિલા કાર્યકરને હું તને પત્ની તરીકે રાખીશ એવી ઓફર કરી હતી. જો કે મંત્રી જે-તે વખતે પોતે ધારાસભ્ય હતાં એટલે તારે કંઇ પણ કામ હોય તો મને કહેજે હું તાત્કાલિક કરાવી આપીશ. મને તમે MLA ક્વાર્ટસમાં મળજો.

બાદમાં આ મહિલા કાર્યકર ધારાસભ્ય નિવાસસ્થાને પહોંચી હતી અને ત્યાં ગજેન્દ્રસિંહે મહિલા સમક્ષ બિભત્સ માંગણી કરી હતી. મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે મહિલા કાર્યકરને એવું કહ્યું હતું કે, ‘મારી પત્ની મને શારીરિક સુખ નથી આપી શકતી. આથી તમે મારી સાથે શારીરિક સંબંધ બાંધશો તો હું તમને પત્ની તરીકે રાખીશ.’

જો કે, સામે મહિલાએ એવું કહ્યું હતું કે, ‘તમે ઠાકોર દરબાર છો અને હું અનુસૂચિત જાતિની છું તો શું તમે મારો સ્વીકાર કરશો?’ એ સમયે ધારાસભ્યએ પત્નીને છૂટાછેડા આપીને તેનો સ્વીકાર કરવાની તૈયારી દર્શાવી હતી.

rape

દર મંગળવારે કવાર્ટસમાં બોલાવી તેઓએ વારંવાર સંબંધ બાંધતા

અમદાવાદની આ ભાજપ મહિલા કાર્યકરનો મંત્રી પર એવો ગંભીર આક્ષેપ છે કે, ગત 30મી જુલાઈ 2020 ના રોજ ધારાસભ્યના નિવાસસ્થાને બપોરના 1થી 2:30 વાગ્યા સુધી ગજેન્દ્રસિંહે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. બાદમાં તેઓએ એમ કહ્યું હતું કે, ‘હું આજે હું ખુશ થયો. તમને પત્ની તરીકેના હું તમામ હક્કો આપીશ.’ ત્યાર બાદ દર મંગળવારે કવાર્ટસમાં બોલાવી તેઓએ વારંવાર સંબંધ બાંધ્યા હતાં.

તમારા જેવી કેટલીયે છોકરીનો અમે ઉપયોગ કરીએ છીએ

જો કે, બાદમાં મંત્રીએ બેથી ત્રણ મહિના બાદ સંપર્કો બંધ કરી દીધાં. કારણ કે ધારાસભ્યએ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બતાવી દીધું અને ત્યાર બાદ જાતિનું કારણ આગળ ધરી મહિલા કાર્યકરને અપનાવાનો ઈન્કાર કરી દીધો. જો કે, આ મામલે વારંવાર તેઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ પણ થતી પરંતુ જે-તે સમયે ધારાસભ્ય રહેલા મંત્રીએ તમારા જેવી કેટલીયે છોકરીનો અમે ઉપયોગ કરીએ છીએ એમ કહીને સંબંધની વાતને ભૂલી જવા જણાવ્યું હતું. એ વખતે કલ્પેશ, હિતેશ અને કિશોર નામના ગજેન્દ્રના સાગરિતો ચાંદખેડા આવેલા અને તે મહિલા કાર્યકરની દીકરીને ઉઠાવી જઇને મારી નાખવાની ધમકીઓ આપેલી. જે પછી ત્રણેય શખ્સોએ કુડાસણ ખાતે તા. 22 નવેમ્બર 2020ના રોજ રાત્રે નોટરી એફીડેવિટ સાથેના લખાણ પર સહી કરાવી લીધી.

રેપ

મહિલાને મામલો દબાવવા અપાઇ એક કરોડની ઓફર

તમને જણાવી દઇએ કે, મહિલાના અરજીમાં કહેવા પ્રમાણે તારીખ 28 જૂન 2021 ના રોજ બપોરે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં રાત્રે 8 વાગ્યે નરેન્દ્રસિંહ અને સંજયસિંહ એમ બે જણાં રૂપિયા 20 લાખ લઇને આવ્યાં હતાં. બાદમાં સંજયે મહિલાને એમ પણ કહ્યું હતું કે, આ 20 લાખ તું લઇ લે અને પોલીસ સ્ટેશનની બહાર કાળા કલરની ગાડીમાં ગજેન્દ્રસિંહ બેઠા છે કે જે તેઓ તમને 80 લાખ રૂપિયા આપશે. આથી હવે તમે કિશોરસિંહ ઝાલા સામે ફરિયાદ કરો તો તમને ધારારાભ્ય રૂ. 1 કરોડ આપશે. પરંતુ મહિલાએ પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી દેતા તેમજ કિશોર સામે ખોટી ફરિયાદ કરવાની ગજેન્દ્રસિંહના સાગરીતોએ ધમકીઓ આપી હતી. અંતે આ મહિલાએ ન્યાય મેળવવા રાજ્યની CBI ઓફિસમાં લેખિત ફરિયાદ કરી હતી.

અંતે મહિલાએ અનેક રજૂઆતો કર્યા બાદ પણ ન્યાય ન મળતાં મહિલા કાર્યકરે હવે CBI ને પત્ર લખીને તપાસની માંગણી કરી છે. ગુજરાત રેન્જના CBI ના ડિરેક્ટરને પત્ર લખીને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધવાની દાદ મંગાઈ છે. આથી આ પ્રકરણને લઈને ફરીથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

ગજેન્દ્રસિંહ દર મંગળવારે ધારાસભ્ય ક્વાર્ટસ ખાતે પીડિતા મહિલાને બોલવાતા ત્યારે મોબાઇલ ઘરે મૂકીને આવવાનું કહેતાં. કારણ કે ગજેન્દ્રસિંહે શારિરીક સંબંધ બાંધ્યા હતાં તે સમયે મારા મોબાઇલમાં સેલ્ફી સહિત કેટલાંક ન્યૂડ ફોટા પાડવામાં આવ્યા હતાં. જો કે, ગજેન્દ્રસિંહ અને તેના સાગરીતોએ એક દિવસ મારો મોબાઇલ લઇને અમારા બન્નેના ફોટા ડિલીટ કરી નાંખ્યા હતાં. પરંતુ એક ફોટો પ્રાઇવેટ ગેલેરીમાં હોવાથી તે ડિલીટ નથી થયાં.

READ ALSO :

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!