GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની કમર ભાંગી નાખી, તમામ 9 બેઠકો પર લહેરાયો ભગવો

કપડવંજ નગર પાલિકાની ૯ બેઠકો પર સોમવારના રોજ યોજાયેલ મતદાનનું આજે પરીણામ જાહેર થયુ હતુ. નગરપાલિકાના ૨,૩,૪,૫, અને ૭ નંબરના વોર્ડની ખાલી પડેલ જગ્યાઓ માટે આ ચૂંટણી યોજાઇ હતી . આજે આ ચૂંટણીની મતગણતરી કરાતા ભાજપ પક્ષના ૯ સભ્યોનો ભવ્ય વિજય થતા પાલિકાના આ વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

ભાજપે અગાઊ સભ્યોને કર્યા હતા સસ્પેન્ડ

કપડવંજ પાલિકાની ખાલી પડેલ ૯ સીટો માટેની  મત ગણતરી યોજાઇ હતી.સવારથી જ મતગણતરી સમયે ટેકેદારો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતી. જેથી દિવાળી પહેલા જ કપડવંજ શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કપડવંજ પાલિકાની  ૯ સીટોના સભ્યોને ભાજપ પક્ષે થોડા સમય અગાઉ સસ્પેન્ડ કર્યા હતા.જેઓએ  બળવો કરતા આ દરેક સભ્યોને પૂનઃ લેવામાં આવ્યા હતા. પરંંતુ તે બાદ ફરીથી તેમને બરતરફ કરાયા હતા.આથી આ વોર્ડની જગ્યા ખાલી પડેલી હતી. જે માટેની ચૂંટણી ગત્ સોમવારના રોજ યોજાઇ હતી. આ ચૂંટણીમાં આ નવે નવ ઉમેદવારો ફરી વખત અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા.

ભાજપ સામે 18 ઉમેદવારો મેદાનમાં

ભાજપ તરફથી ૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.જ્યારે સામે અપક્ષ તરફથી ૧૮ ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા હતા.આજે મતગણતરી બાદ આ તમામ ૯ સીટો પર ભાજપના સભ્યો વિજયી બનતા આ સીટો પર ફરી વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. વિજેતા ઉમેદવારો જાહેર થતા જ ભાજપ બેડામાં આનંદનો માહોલ જામ્યો હતો. વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ભવ્ય આતશબાજી કરી ઢોલ નગારા સાથે શહેરમાં ભવ્ય શોેભાયાત્રા કાઢી હતી.

ભાજપના તમામ ઉમેદવારો જીત્યા

(૧) નેહાબેન નયનભાઇ પટેલ (૨) ભદ્રેશકુમાર નરસિંહભાઇ સુતરીયા (૩) સ્નેહાબેન પ્રતિકભાઇ ઓઝા (૪) નરેશાબેન વ્રજેશભાઇ શાહ (૫) રમણસિંહ હઠીસિંહ સોઢા (૬) નસીમબાનુ સમસુદીન સૈયદ (૭) નિરવભાઇ કનુભાઇ પટેલ(બુધી) (૮) નીતીનકુમાર કનૈયાલાલા શાહ(ચોકસી) (૯) સુનિતાબેન સંજયભાઇ ચૌહાણ

READ ALSO

Related posts

અમદાવાદના નિકોલમાં જાહેરમાં દારૂ પીતા એએસઆઈનો વીડિયો વાયરલ

Nilesh Jethva

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં 121.92 મીટર પર પહોંચી

Nilesh Jethva

સીએમ રૂપાણીની એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સ સાથે બેઠક, આગામી 30 દિવસ માટેની ઘડાઈ રણનીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!