GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

સૌરાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણનાં કારણે જિલ્લા – તાલુકા પંચાયતોની ૨૧ બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મત ગણતરી થતાં ૧૪ બેઠકો પણ ભાજપનો વિજય – વાવટો ફરક્યો હતો. જ્યારે બે બેઠકો ભાજપ પાસરેથી આંચકી લેવા સાથે પાંચ સીટ પર કોંગ્રેસની જીત થઇ હતી. વળી, બે બેઠકો ઉપર તો અપક્ષ ઉમેદવારોએ બાજી મારીને સૌને ચોંકાવી દીધા હતા. 

  • જામનગર જિલ્લા પંચાયતનઓ બેઠક કોંગ્રેસના ઉમેદવારનુ ંઅવસાન થતા ખાલી પડી હતી. જે બેઠક પર ગત રવિવારે ચૂંટણી યોજાઇ હતી. જેમા ંત્રણ ઉમેદવાર ભાજપ – કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં હતા. આ બેઠક પર ૨૯ ટકા મતદાન થયું હતું. જેની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે અને કોંગ્રેસની પરંપરાગત બેઠકને આંચકી લીધી છે. ચેલા બેઠક માટે કુલ ૬૬૦૭ મત પડયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ પેથરાજભાઇ સિંચને ૩૮૫૩ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિત જગદીશભાઇ પરમારને ૨૫૩૦ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવારના ૧૨૮૩ મતથી વિજય થયો હતો. 
  • અપક્ષ ઉમેદવારી કરનાર પુંજાભાઇને માતાર  ૯૦ મત મર્યા હતા. જ્યારે નોટા ઉપર તેના કરતા વધારે ૯૪ મત પડયા હતા. ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠખ છીનવી લેતા ભાજપના ંકાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 
  • જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જ્યાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ ઘરડેશીયાને ૬૭૮૬ તથા કોંગ્રેસના ઉમેદવાર સંદીપભાઇ  દોમડીયાને ૩૮૮૬ મત મળ્યા હતા. અને ભાજપના ઉમેદવાર અરવિંદભાઇનો ૨૮૯૦ મતથી વિજય થયો હતો.
  • જૂનાગઢ તા.પં.ની સુખપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનિષભાઇ હીરપરાને ૧૮૬૫ તથા કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઇ ગજેરાને ૫૪૫ મત મળ્યા હતા. અને મનિષભાઇની ૧૩૨૦ મતથી જીત થઇ હતી.
  • વિસાવદર તા.પં.ની મોણીયા બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ડોબરીયાને ૧૭૧૮ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર વિપુલભાઇ સોજીત્રાને ૧૪૪૨ મત મળ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જયાબેનનો ૨૭૬ મતથી વિજય થયો છે. 
  • રાજુલા તાલુકા પંચાયતમાં ત્રણ બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં ધારેશ્વર અને માંડણ બેઠક ઉપર ભાજપની જીત થઇ છે. જ્યારે ભેરાઇ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારે વિજેતા થઇને ભાજપ – કોંગ્રેસને ચોંકાવી દીધા છે. અગાઉ સત્તાની ખેંચતાણ વચ્ચે ભાજપનાં ત્રણ સદસ્યો સસ્પેન્ડ થથાં ચૂંટણી આવી હતી.  જેથી હાલની સ્થિતિએ ભાજપે એક બેઠક  ગુમાવી છે. જો કે, હજુ ભાજપ પાસે ૨૦ પૈકી ૧૧ બેઠક હોવાથી સત્તા યથાવત રહેશે. 
  • જાફરાબાદ તાલુકા પંચાયતમાં આજે ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં મત ગણતરી થતાં લોઠપુર અને શિયાળ બેટ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે મિતિયાળા બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવીને સૌને ચોંકાવી દીધા હતા. અગાઉ બે બેઠકો ભાજપ પાસે જ હતી, એ જાળવી રાખી છે. જ્યારે ત્રીજી  બેઠક કોંગ્રેસની હતી, એ તેણે ગુમાવી છે. હવે ભાજપ પાસે ૧૦ અને કોંગ્રેસ પાસે ૯ બેઠકો  રહી છે. જેથી   અપક્ષ સદસ્ય ઉપર શાસક નક્કી કરવાનો મદાર આવી ગયો હતો. 
  • કુતિયાણા તાલુકા પંચાયતમાં ગત પ્રમુખની ચૂંટણી વખતે બળવો કરનાર ભાજપનાં આઠ સદસ્યો સસ્પેન્ડ થયા હતા. આઠ સદસ્યો સસ્પેન્ડ થયા હતા. જેથી પેટા ચૂંટણી આવી હતી. જેમાં આજે મત ગણતરી  થતાં મહોબતપરા, સિંધપુર, કોટડા, રોધડા, કડેગી અને ખાગેશ્રી-૨ બેઠખ પર વિજય મેળવીને ભાજપને જાળવી રાખી છે. જ્યારે ચૌટા અને દેવડા બેઠક પર કોંગ્રેસની જીત થતાં ભાજપે બે બેઠક ગુમાવી છે. 
  • પોરબંદર તાલુકા પંચાયતની રાતીયા બેઠક ની પેટા ચૂંટણી અંતર્ગત આજે મત ગણતરી કરાઇ હતી. જેમાં ભાજપના ઉમદેવારની જીત થઇ હતી. 
  • ચોટીલા તાલુકા પંચાયતની ચાર બેઠકોની પેટા ચૂંટણીમાં ખોરાણા બેઠક પર ભાજપનાં લાડુબેન પલાળીયા અને ગોલીડા બેઠક પર રીંકલબેન  પાંચાણીનો વિજય થયો છે. જ્યારે મોકાસર બેઠક પર કોંગ્રેસના કનુબેન જોટાળીયા અને ઢોકળવા બેઠક પર ભાનુબેન ઝાપડીયાની જીત થઇ છે. આમ, ભાજપ – કોંગ્રેસ બન્નેને બે – બે બેઠકો મળી છે. 

જિલ્લા – તાલુકા પંચાયતોમાં ક્યાં કોની થઇ જીત

જિ.પં.બેઠકવિજેતા
જૂનાગઢવડાલભાજપ
જામનગરચેલાભાજપ
તા.પં.બેઠકવિજેતા
પોરબંદરરાતીયાભાજપ
જૂનાગઢસુખપુરભાજપ
વિસાવદરમોણીયાકોંગ્રેસ
રાજુલાભેરાઇઅપક્ષ
રાજુલાધારેશ્વરભાજપ
રાજુલામાંડણભાજપ
જાફરાબાદમીતીયાળાઅપક્ષ
જાફરાબાદલોઠપુરભાજપ
જાફરાબાદશિયાળબેટભાજપ
કુતિયાણામહોબતપરાભાજપ
કુતિયાણાસિંધપુરભાજપ
કુતિયાણાકોટડાભાજપ
કુતિયાણારોધડાભાજપ
કુતિયાણાચૌટાકોંગ્રેસ
કુતિયાણાદેવડાકોંગ્રેસ
કુતિયાણાકડેગીભાજપ
કુતિયાણાખાગેશ્રી-૨ભાજપ
ચોટીલાખેરાણાભાજપ
ચોટીલાગોલીડાભાજપ
ચોટીલામોકાસરકોંગ્રેસ
ચોટીલાઢોકળવાકોંગ્રેસ

READ ALSO

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!