GSTV

તમામ મહાનગરપાલિકાઓ પર ભાજપની જ્વલંત જીત, ઠેરઠેર કરાઈ વિજયની ઉજવણી

આજે ગુજરાતભરની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતગણતરી યોજાઈ જેમાં ભાજપને ફરી એકવાર જનતાએ સત્તાનું કમાન સોંપ્યું છે તો કોંગ્રેસને જાકારો આપ્યો છે. તો ભવ્ય જીત બાદ રાજ્યભરમાં ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી.

ભાજપ

અમદાવાદમાં સરઘસ કાઢી ઉજવણી

અમદાવાદમાં પાલડી વોર્ડમાં ભાજપે જીતની ઉજવણી કરી. વિજેતા ઉમેદવારો સહિત કાર્યકરોએ વિજય સરઘસ કાઢ્યું. પાલડીમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન સહિત આસપાસના વિસ્તારોમાં ભાજપના કાર્યકરો વિજય સરઘસ રૂપે ફરી જીતની ખુશી મનાવી.

વડોદરામાં રોજયો રોડ શો

6 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. જેમાં વડોદરા મનપામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જે બાદ સ્થાનિક કાર્યકરો અને વિજયી ઉમેદવારોએ રોડ શો યોજ્યો હતો અને ભાજપના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો.

આણંદમાં ફટાકડા ફોડી કરાઈ ઉજવણી

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડીને ઊજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોએ મોં મીઠું કરાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણામાં પણ કરાઈ ઉજવણી

તો મહેસાણા ભાજપે રાજ્યની 6 મહાનગરા પાલિકામાં થયેલા વિજયની ઉજવણી કરી હતી. ભાજપે મહેસાણાના તોરણવાડી માતાના ચોકમાં ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. મહેસાણા કમલમ ખાતે કાર્યકરોએ મોં મીઠું કરીને જીતની ઉજવણી કરી હતી.

હિંમતનગરમાં પણ કરાઈ ઉજવણી

તો હિંમતનગરમાં પણ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ભાજપ વિજયની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતા. જીતના જશ્નમાં સોશીયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવાનુ પણ લોકો ભુલી ગયા હતા.

અમરેલીમાં જીતની ઉજવણી

તો આ તરફ માળિયા હાટિનામાં પણ ભાજપે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. માળીયા હાટિના સ્ટેશન ચોકમા ભાજપના કાર્યકરોએ વિજયને વધાવ્યો હતો. અમરેલીના લાઠીના ઠાંસામાં ડીજેના તાલે ભાજપે મહાપાલિકામાં થયેલી જીતની ઉજવણી કરી. ભાજપના કાર્યકરોએ ડીજેના તાલે ફટાકડા ફોડયા હતા. ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો જ્વલંત વિજય થશે. તેવી મતિરાળા સીટના ભાજપ ઉમેદવારના પતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લાઠી, વડિયા અને કુંકાવાવમાં ભાજપના કાર્યકરોએ જાહેરમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો..શહેરોમાં ફટાકડા ફોડી મોં મીઠા કરીને ખુશી વ્યક્ત કરી હતી.

ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી

રાજયની મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો છે. ત્યારે ભરૂચ ભાજપ દ્વારા પણ જીતની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમા ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. બીજેપીના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા

Pravin Makwana

મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ

Karan

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

Karan
Do NOT follow this link or you will be banned from the site!