વડોદરા જિલ્લામાં આવેલી ૮ તાલુકા પંચાયતોમાં પણ ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. આઠે આઠ તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસની બેઠકો માત્ર બે ડિજિટ પર જ અટકી ગઇ હતી. વડોદરા જિલ્લામાં આઠ તાલુકા પંચાયતોની પણ તા.૨૮ના રોજ યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે યોજાઇ હતી. આ મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારોને તબક્કાવાર વિજય ઘોષિત કરાતા જ મતગણતરીકેન્દ્રની બહાર ઉભેલા ટેકેદારોમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો.


૮ તાલુકા પંચાયતોમાં ભાજપનો ૧૧૬, કોંગ્રેસનો ૪૪ અને ૮ બેઠકો પર અપક્ષોનો વિજય
વડોદરા જિલ્લાની આઠ તાલુકા પંચાયતોની કુલ ૧૬૮ બેઠકો પૈકી પોરની એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ભાજપના ખાતામાં કુલ ૧૧૬ બેઠકો આવી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં ૪૪ બેઠકો પડી છે. સાત તાલુકા પંચાયતોમાં આઠ અપક્ષોએ વિજય મેળવ્યો છે.

વડોદરા તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકો પર ભાજપે સત્તા ટકાવી રાખી છે. આજે થયેલી મતગણતરીમાં ભાજપને ૧૯ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર ૭ બેઠકો પ્રાપ્ત થઇ છે. વડોદરા તાલુકાની રણોલી-૨ બેઠક પર એક અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો છે.
Read Also
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
