6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે તમામ 6 મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ આ ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં એક નવો ચીલો ચાતર્યો છે. અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શાનદાર એન્ટ્રી થઇ ગઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીનો અકલ્પનીય દેખાવ રહ્યો છે અને આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો જીતી ગઇ છે.

તો રાજ્યની મહાનગરપાલિકામાં કોંગ્રેસની અત્યારસુધીની સૌથી શરમજનક ગણી શકાય તેવી હાર થઇ છે. સુરતમાં તો એવી સ્થિતી સર્જાઇ છેકે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યું નથી અને સુરતમાં કોંગ્રેસના સૂપડા સંપૂર્ણપણે સાફ થઇ ગયા છે. જો કે સુરતમાં વર્ષ 2015માં 36 બેઠકો કોંગ્રેસને મળી હતી. જેમાં આ વખતે એક પણ બેઠક ન મળતા સુરત ખાતે તો કોંગ્રેસનું સંપૂર્ણપણે નામુ નખાઇ ગયું છે.

તો બીજી તરફ ઔવેસીની પાર્ટીએ અમદાવાદના જમાલપુર અને મકતમપુરામાં પણ કોંગ્રેસનો સફાયો કરી દીધો છે. તો મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસ 32 બેઠકોમાંથી માત્ર 4 બેઠક પર આવી ગયું છે. આમ વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં તો કોંગ્રેસ ડબલ ફીગરમાં પહોંચી શક્યુ નથી.

6 મહાનગર પાલિકામાં ભાજપની જીત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પેજ પ્રમુખોની મહેનતના કારણે મતદાન વધ્યું અને ભાજપ તરફી થયું હોવાની વાત કરીને મતદાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું
- કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા
- પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા
- મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ