સૌરાષ્ટ્રની જામનગર મહાપાલિકામાં ફરી ભગવો લહેરાયો છે. સત્તા વિરોધી લહેર હોવા છતાં જામનગરના લોકોએ ભાજપ પર વધુ એક વખત વિશ્વાસ મુક્યો. એટલું જ નહીં ભાજપને 2015ની ચૂંટણી કરતા વધુ બેઠકો પ્રાપ્ત થઇ છે. જેની સામે કોંગ્રેસનો ન માત્ર પરાજ્ય થયો.. પરંતુ તેનો દેખાવ પણ ગત ચૂંટણી કરતા વધુ કથળ્યો છે.

જામનગરમાં ફરી એક વખત કેસરિયો છવાઈ ગયો અને મહાનગરપાલિકામાં સત્તાનું સૂકાન સંભાળવા ભાજપે ચૂંટણી મેદાનમાં બાજી મારી છે. જામનગર મહાપાલિકાની ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર અને આપના ઉમેદવારનો પરાજય થયો. જ્યારે વોર્ડ નંબર-૬માં ભારે અપસેટ સર્જાયો અને બીએસપીના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા છે.

જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકમાંથી ભાજપને 50 બેઠકો મળી છે. જ્યારે કે કોંગ્રેસને 11 બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ છે. જો કે સૌને ચોકાવતા બીએસપીના ત્રણ ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. ગત ચૂંટણી કરતા ભાજપના પર્ફોમન્સમાં સુધારો જોવાયો છે. ગત ચૂંટણીમાં ભાજપે 38 બેઠક કોંગ્રેસે 24 બેઠક અને અન્ય પક્ષોએ બે બેઠક જીતી હતી.
જેને જોતા ભાજપે સત્તા વિરોધી લહેરનો સામનો કરીને પણ મહાનગરપાલિકામાં ન માત્ર પોતાની સત્તા સંભાળી રાખી પરંતુ ગત ચૂંટણી કરતા પોતાનું પર્ફોમન્સ પણ સુધાર્યું છે. તેની સામે કોંગ્રેસનું પ્રદર્શન વધુ કથળ્યું છે.
જો કે ખાસ વાત એ રહી કે ભાજપે મહાનગરપાલિકાના 16 વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલે શાનદાર જીત મેળવી છે. જ્યારે કે કોંગ્રેસની પેનલ બે વોર્ડમાં જીતવામાં સફળ થઇ. આ ઉપરાંત વોર્ડ નં-15માં કોંગ્રેસના ગઢમાં પણ ગાબડું પડ્યું છે. ભાજપે વોર્ડ નંબર 2,3, 5, 7,8,9,10,11,14, અને 16માં જીત પ્રાપ્ત કરી છે. જ્યારે કે વોર્ડ નં- એક અને 12 કોંગ્રેસના ખાતામાં ગયા છે. વોર્ડ નંબર-6માં ભાજપના ગઢમા. બીએસપીના ત્રણ ઉમેદવારોએ મેદાન માર્યું છે. જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે પ૩.૩૮ ટકા જેટલું મતદાન થયું હતુ.. જ્યારે કે જામનગરની હરિયા કોલેજ ખાતે મત ગણતરી યોજાઇ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું
- કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા
- પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા
- મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ