GSTV
Home » News » મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની બેઠક પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના રિઝલ્ટ આવવાના શરૂ થયા છે. મહારાષ્ટ્રમાં ભલે સરેરાશ 55.33 ટકા મતદાન થયું છે પણ ફડણવીસ સરકારની મહેનત રંગ લાવી છે. તમામ એક્ઝિટ પોલમાં ફડણવીસ સરકાર ફરી બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. એનસીપી કે કોંગ્રેસનો કોઈ જાદુ ચાલ્યો નથી.

ફડણવીસ સરકારની ફરી વાપસીની સાથે ભાજપ અહીં મજબૂત પાર્ટી બનીને ઉભરી શકે છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાને 230 સીટ અને કોંગ્રેસ અને એનસીપીને 48 સીટ મળી શકે છે. આજતક અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં પણ ભાજપ અને શિવસેનાને 166થી 194 સીટો અને કોંગ્રેસ અને એનસીપીને 72થી 90 સીટો મળવાનો અંદાજ મૂકાયો છે. આમ ભાજપ માટે એક્ઝિટ પોલ હાલમાં ખુશીના સમાચાર લઇને આવ્યા છે.

હરિયાણામાં પણ ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર 71 સીટો જીતીને બીજેપી રાજ્યની સૌથી મોટી પાર્ટી બની શકે છે. સીએનએન ન્યૂઝ 18 અને આઈપીએસઓએસના એક્ઝિટ પોલ અનુસાર પણ મહારાષ્ટ્રમાં બીજેપી 243 સીટો પર વિજેતા બની શકે છે. કોંગ્રેસ-એનસીપીને 43 તો અન્યને 4 સીટ મળી શકે છે.

એબીપીના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની કુલ 288 બેઠકોમાંથી ભાજપ અને તેના ગઠબંધનને 204, કોગ્રેસ અને તેના સાથી પક્ષોને 69 બેઠકો મળશે જ્યારે અન્યને 15 બેઠકો મળશે.એબીપીના સરવે અનુસાર તો ફડણવીસને મુખ્યમંત્રી બનતાં કોઈ નહીં રોકી શકે. ભાજપ ઇચ્છે તો એકલા હાથે પણ સરકાર બનાવી શકે એ સ્થિતિમાં પહોંચી શરે છે. એબીપીએ એક્ઝિટ પોલમાં તો મહારાષ્ટ્રમાં બીજેપને 204 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે.

મહારાષ્ટ્ર -કુલ બેઠક 288

સર્વેભાજપકોંગ્રેસઅન્ય
સી વોટર2046915
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા166-19472-9010
ટાઈમ્સ નાઉ2304810
ન્યૂઝ 182434104
ટીવી 9 મહારાષ્ટ્ર1977516

હરિયાણામાં મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપીને 52થી 63 અને કોંગ્રેસને 15થી 19 સીટ મળવાનો અંદાજ મૂકાયો છે. દુશ્યંત ચૌટાલાની પાર્ટીને 5થી 9 સીટો મળી શકે છે. ઇનેલો પાર્ટીની હાલત વધુ ખરાબ થઈ જશે.

હરિયાણા – કુલ બેઠક 90

સર્વેભાજપકોંગ્રેસઅન્ય
ટાઇમ્સ નાઉ711108
જન કી બાત571716
ન્યૂઝ એક્સ771102
પોલ ઓફ પોલ631611

READ ALSO

Related posts

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

આ બે નેતાઓના કારણે શિવસેનાનું સત્તા મેળવવાનું સપનું ‘સપનું’ જ બનીને રહી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!