GSTV
Home » News » ત્રિપુરાના સીએમના બેઠકોના દાવા જાણશો તો લાગશે કે બંગાળમાંથી મમતાનું પત્તું થશે સાફ

ત્રિપુરાના સીએમના બેઠકોના દાવા જાણશો તો લાગશે કે બંગાળમાંથી મમતાનું પત્તું થશે સાફ

પશ્ચિમ બંગાળ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે રાજકીય અખાડા જેવી સ્થિતિ બની ગઈ છે. કેટલાક સમયથી અહીં વારંવાર ચૂંટણી સમયે થતી હિંસાથી વાતાવરણ ગંભીર બની ગયું છે. જેમાં દેબે પત્રકાર પરીષદમાં કહ્યું કે મેં 13 બેઠકો પર પ્રચાર કર્યો છે. એટલે હું અંદાજ લગાવી શકું છું કે ભાજપ અહીંયા 20 થી 23 બેઠક પોતાના નામે કરી શકે છે.

ટીએમસીના કારણે ભાજપને રોડ શો અને રેલીઓ કરવાની મંજૂરી મળી નહોતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જાણી જોઈને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તા વિરૂદ્ધ ઉશ્કેરે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીનું સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાશે જેમાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજાશે.

ત્યારે પરિણામ 23 મેએ તમામ બેઠકોનું પરિણામ આવશે. જ્યારે પરિણામ પહેલાં બિપ્લબ દેબનાં નિવેદનનો ટીએમસીના નેતા આશીષ લાલ સિન્હાએ જવાબ આપતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી બધી બેઠકો જીતવામાં સફળ રહેશે. ત્યારે વધુમાં એમણે કહ્યું કે ભાજપના નેતાનું નિવેદન તર્ક વિનાનું છે. ટીએમસી બધી બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવશે. બિપ્લબ બાબુને સાચા આંકડા 23મે ના રોજ જોવા મળશે.

READ ALSO

Related posts

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

Riyaz Parmar

Exit Pollમાં મોદી સરકારની વાપસીની શક્યતા છતાં ભાજપ તૈયાર કરે છે પ્લાન ‘B’, શું છે કારણ?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!