GSTV
Home » News » લોકસભા બાદ હવે ભાજપ આ 3 રાજ્યોમાં સરકાર બનાવવા કવાયત હાથ ધરશે

લોકસભા બાદ હવે ભાજપ આ 3 રાજ્યોમાં સરકાર બનાવવા કવાયત હાથ ધરશે

લોકસભાની ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર રચાશે અને ફરીવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાનની ખુરશી પર બિરાજશે. હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ હવે ભાજપની નજર ગત વર્ષે હારેલા ત્રણ રાજ્યો પર હશે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ હાર થઈ હતી પરંતુ વિપક્ષ ખૂબ પાતળી સરસાઈથી અહીં જીત્યુ હતું. જેનો ઉલ્લેખ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ લંગડી સરકાર સાથે કરી ચૂક્યા છે. અને આજે પણ વારંવાર તેઓ પ્રચારમાં કોંગ્રેસની સરકારને લંગડી સરકાર બનાવશે તેવું કહેતા રહે છે. લંગડી સરકાર તો અમે પણ બનાવી શકતા હતા પણ બનાવી નહીં.

હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે અને ભાજપને બહુમતી મળતાની સાથે જ આ ત્રણે રાજ્યો પર ફરી કમળ ખીલવવા માટે ભાજપ લાગી જશે. જેમાં હોર્સ ટ્રેડિંગ મહત્વનો ભાગ ભજવવાનું છે. મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં ૧૫ વર્ષના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કરી સત્તા પર આવેલી કમલનાથની સરકાર અત્યારે તોડજોડમાંથી પસાર થઈ રહી છે. ગઈ કાલે જ ધારાસભ્યો ખરીદાઈ રહ્યા હોવાની તેઓ વાત ઉચ્ચારી ચૂક્યા છે.

તો બીજી તરફ ભાજપ દ્વારા પણ કમલનાથ સરકાર વિધાનસભામાં બહુમતી સાબિત કરે તેવું કહેવામાં આવેલું અને રાજ્યપાલને પત્ર લખવામાં આવેલ હતો. ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભાજપ ત્યાં સક્રિય થઈ હતી અને પાતળી સરસાઈ મેળવી સત્તા પર આવેલી કોંગ્રેસની કમલનાથ સરકારને પાડવા માટે તૈયાર થઈ છે. જેથી આ લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભાજપ ત્યાં સત્તા મેળવવાના હવાતિયા મારે તો નવાઈ નહીં.

કર્ણાટક- કર્ણાટકમાં કોંગ્રેસ અને કુમારસ્વામીની જનતા દળ સાથે ગઠબંધન કરીને સત્તામાં આવી. જો ગઠબંધન કરવામાં ન આવેત તો ભાજપ પાસે ૧૦૪ સીટ હતી. ઉપરથી કોંગ્રેસે અહીં પણ લંગડી સરકાર બનાવી. કોંગ્રેસના હાથમાં કંઈ ન આવ્યું અને તેણે ઓછી સીટો વાળી જનતા દળની સરકાર સાથે ગઠબંધન કરી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ પણ એ વાત વારંવાર ઉચ્ચારી રહ્યા હતા કે કુમારસ્વામીની જગ્યાએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની જરૂર હતી. ઉપરથી લાંબા સમયથી કુમારસ્વામી કોંગ્રેસની ગઠબંધનની સરકારથી નારાજ ચાલી રહ્યા છે.

જ્યારે પાર્ટી જીતી ત્યારે કર્ણાટક ભાજપના સુપ્રીમો યેદીયુરપ્પા ગુરૂગ્રામમાં ભાજપના ધારાસભ્યોને લઈ પહોંચી ગયા હતા. એ તડજોડની નીતિ ત્યારથી ચાલી આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્ણ થતા હવે આ રાજ્ય પણ ભાજપના નિશાના પર છે. રાજસ્થાન -રાજસ્થાનમાં હંમેશાંથી કોઈ પણ પાર્ટીને એક જ ટર્મ માટે સત્તા સ્થાને રહેવાનો મોકો મળે છે. ગત વખતે ભાજપ હતું અને આ વખતે કોંગ્રેસ છે. કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અહીં સત્તા સ્થાને છે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નજીવી ખાઈ છે. બસ આ ખાઈને પુરવા માટેના પ્રયત્નમાં ભાજપ લાગી જાય તો નવાઈ નહીં.

READ ALSO

Related posts

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

Mayur

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur

Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!