GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બિહારમાં નીતિશને પછાડવા ભાજપ 2,000 કરોડ ખર્ચશે, આઈટી સેલના હેડને ચૂકવાશે 100 કરોડ

બિહાર વિધાનસભાની ચૂંટણીમા નીતિશ કુમારની જેડીયુ કરતાં વધારે બેઠકો જીતવા ભાજપે કમર કસી છે. ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે સ્વીકાર્યા છે પણ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, ભાજપ જેડીયુ કરતાં વધારે બેઠકો જીતે કે જેથી ચૂંટણી પછી જેડીયુના પડછાયામાંથી બહાર નિકળીને પોતાની તાકાત પર સરકાર રચવાનો વિકલ્પ ખુલી જાય.

હાઈકમાન્ડની વ્યૂહરચના પ્રમાણે બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરે એ માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે સોશિયલ મીડિયાની તાકાત પર જંગ લડવાનું નક્કી કર્યું છે. ટેક્નોલોજીના ઉપયોગમાં સદા અગ્રેસર રહેલ ભાજપે બિહારમાં રાજ્યભરના 7 કરોડ મતદારો સુધી પહોંચવા માટે 9600 કાર્યકરોની દેખરેખ હેઠળ 72 હજાર વોટ્સએપ ગ્રુપ બનાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ભાજપએ સોશિયલ મીડિયામાં પાવરફૂલ છે. મોદી અને શાહ બંને ટેકનોસેવી છે. અમિત શાહની વર્ચ્યુઅલ રેલી માટે બિહારભરમાં ટીવી લાગાવાયા હતા. જે ટીવી મારફતે અમિતશાહે રેલીને સંબોધન કર્યું હતું. આ માટે ભાજપ પાણીની જેમ પૈસો વહાવી રહી છે. કોરોના કાળમાં રેલી યોજાય કે સભા યોજાય તેવી સંભાવના જ નથી. સરકાર પરમીશન આપે તેવી પણ શક્યતા નથી. આ સ્થિતિમાં વર્ચ્યુંઅલ રેલી અને સભા એ જ વિકલ્પ છે. આ માટે IT સેલ પાવરફૂલ હોવો એ જરૂરી છે.

આ રીતે કરી છે તૈયારી

ભાજપના IT સેલે બિહારની તમામ વિધાનસભા બેઠકોને કુલ 72 હજાર બૂથમાં વહેંચી દીધી છે. દરેક બૂથ દીઠ 256 સભ્યોનું એક એવા કુલ 72 હજાર વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં કુલ 2 કરોડ સભ્યો હશે. આ 2 કરોડ સભ્યોમાં બિહાર ઉપરાંત દેશના વિભિન્ન રાજ્યોના ભાજપના કાર્યકરો અને શુભેચ્છકો સામેલ હશે. હાલ 50 હજાર જેટલાં વોટ્સએપ ગ્રુપ બની ચૂક્યા છે અને 72 હજાર ગ્રૂપ બનાવવાનો ટાર્ગેટ છે. પ્રત્યેક વોટ્સએપ ગ્રુપના 2 કરોડ સભ્યો આ મેસેજ શેઅર કરશે અને એ રીતે સમગ્ર બિહારના 7 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે.

ભાજપે બિહારમાં કરી 60 વર્ચ્યુઅલ રેલી

ભાજપે પહેલાં બિહારમાં 60 વર્ચ્યુઅલ રેલી કરી અને હવે 9500 શક્તિકેન્દ્ર પર આઈ.ટી. સેલ હેડ નિમ્યા છે. આ આઈ.ટી. સેલ હેડને જ ભાજપ દર મહિને સો કરોડ રૂપિયા પગાર ચૂકવશે તેવી ખબરો છે. જુલાઈથી ડીસેમ્બર સુધી છ મહિના માટે તેમને જ પગાર પેટે છસ્સો કરોડ ચૂકવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપ સોશિયલ મીડિયા કેમ્પઈન પાછળ કુલ 2000 કરોડ રૂપિયા ખર્ચશે એવું ભાજપનાં સૂત્રો કહે છે.  અત્યારથી આઈ.ટી. સેલે સોશિયલ મીડિયા પર ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે.

Related posts

BIG NEWS: ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજના, રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત

pratik shah

અંદમાનને મળી ક્નેક્ટિવિટીની ભેટ, PM મોદીએ કહ્યું – પર્યટક સ્થળ તરીકે મળશે ઓળખાણ

pratik shah

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!