GSTV
Home » News » પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ સામે ઉમેદવાર નહીં ઉતારે બીજેપી, દિલ્હીમાં લેવાયો નિર્ણય

પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ સામે ઉમેદવાર નહીં ઉતારે બીજેપી, દિલ્હીમાં લેવાયો નિર્ણય

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહને વૉકઓવર દેવાનો નિર્ણય કર્યો છે. બીજેપી રાજસ્થાનથી રાજ્યસભાના કેન્ડિડેટ ડૉ. મનમોહન સિંહ સામે પાર્ટીના ઉમેદવાર નહીં ઉતારે.

પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ અસમથી રાજ્યસભા માટે ચૂંટાય છે, પરંતુ આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર છે. રાજ્યસભા સભ્ય અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલ મદદ લાલ સૈનીના નિધન બાદથી રાજસ્થાનથી રાજ્યસભાની આ સીટ ખાલી પડી હતી.

બીજેપીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાર્ટીના નેતૃત્વ દ્વારા દિલ્હીમાં લેવામાં આવ્યો છે. મંગળવારે જયપુરમાં મનનોહન સિંહે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે, આ પેટા ચૂંટણી માટે 26 ઑગષ્ટે મતદાન થશે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 14 ઑગષ્ટ અને નામ પાછું ખેંચાવી છેલ્લી તારીખ 19 ઑગષ્ટ છે.

ઉમેદવારી પત્ર ભરવા ગયેલ મનમોહન સિંહ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અવિનાશ પાંડે પણ હાજર હતા. મંગળાવારે સવારે રાજસ્થાન પહોંચેલા મનમોહન સિંહનું અશોક ગહલોતે ઉમળાકાભેર સ્વાગત કર્યું. મનમોહન સિંહ લગભગ 3 દાયકાથી કોંગ્રેસના રાજ્યસભાના સદસ્ય રહ્યા છે. તેમનો કાર્યકાર 14 જૂનો સમાપ્ત થઈ ગયો છે. રાજસ્થાનમાંથી ચૂંટાયા બાદ મનમોહન સુંહ 3 એપ્રિલ, 2024 સુધી રાજ્યસભાના સભ્ય રહેશે.

રાજ્યમાં કોંગ્રેસની બહુમતી છે, એટલે મનમોહન સિંહ માટે આ પેટા ચૂંટણી જીતવી સરળ છે. તાજસ્થાન વિધાનસભામાં 200 સીટો છે, જેમાંથી 2 ખાલી છે. કોંગ્રેસ પાસે 100 ધારાસભ્ય છે, જ્યારે તેમની સહયોગી પાર્ટી રાલોદ પાસે એક સીટ છે. બીજેપી પાસે 72 સીટ અને બીએસપી પાસે 6 સીટ છે. તો બીટીપી, માકપા અને આરએલપીના બે-બે સભ્યો છે. જ્યારે 13 સભ્યો અપક્ષ છે. કોંગ્રેસને 13માંથી 12 અપક્ષની સાથે બીએસપી ધારાસભ્યોનું સમર્થન છે.

Related posts

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!