GSTV
Home » News » મોદી ચિંંતામાં, ભાજપ માટે માઠા સમાચાર : મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હારશે

મોદી ચિંંતામાં, ભાજપ માટે માઠા સમાચાર : મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હારશે

2019ની લોકસભા ચૂંટણી પહેલાં દેશના ત્રણ મોટા રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે એબીપી-સી વોટર ઓપિનિયન પોલમાં આ ત્રણ રાજ્યોમાં ભાજપને ફટકો પડી રહ્યો હોવાનું જણાવાઇ રહ્યું છે. આ ઓપિનિયન પોલ મુજબ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર રચાવાની સંભાવના છે. જોકે લોકસભા માટે લોકોનો મત અલગ છે. આ રાજ્યોમાં લોકો કેન્દ્રમાં ભાજપની સરકાર ઇચ્છે છે. ભાજપ માટે અા માઠા સમાચાર છે. આ વર્ષના અંત સુધીમાં ભાજપ શાસિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ખાનગી ન્યૂઝ ચેનલ એબીપી અને સીવોટર દ્વારા હાથ ધરાયેલા સરવેમાં જણાવ્યું છે કે આ ત્રણે રાજ્યોમાં ભાજપની હાર થશે અને કોંગ્રેસ સત્તા સ્થાને બિરાજશે. જોકે મુખ્યમંત્રીની પસંદગીમાં રાજસ્થાનમાં અશોક ગહેલોત, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ અને છત્તીસગઢમાં ડો. રમણસિંહ પર લોકોએ પસંદગી ઉતારી છે.

મધ્યપ્રદેશ

આ ઓપિનિયન પોલ મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. જેમાં ભાજપ કરતા કોંગ્રેસની મતની ટકાવારી વધુ રહી શકે છે. સાથે જ કોંગ્રેસ એમપીમાં સરકાર રચશે અથવા સરકાર રચવાની નજીક પહોંચી શકે છે. જે શિવરાજસિંહ ચૌહાણ સરકાર માટે ખતરાની ઘંટડી ગણી શકાય. ઓપિનિયન પોલ મુજબ કુલ 230 બેઠકોમાંથી ભાજપને 40 ટકા મત સાથે 106 બેઠક મળી શકે છે. જ્યારે કે કોંગ્રેસને 42 ટકા વોટ સાથે 117 બેઠક મળી શકે છે. અન્ય પક્ષ કે અપક્ષને 18 ટકા મત સાથે 7 બેઠક મળવાની સંભાવના છે.

રાજ્યમાં જો વોટ શેરની વાત કરવામાં આવે તો C VOTER પ્રમાણે ભાજપને 46 ટકા, કોંગ્રેસને 39 ટકા તો અન્યોને 15 ટકા વોટ શેર મળી શકે છે. વડાપ્રધાન પદ માટે હજી પણ મધ્ય પ્રદેશની 54 ટકા જનતાની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે જ્યારે 25 ટકાની પસંદગી રાહુલ ગાંધી છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ છેલ્લા 15 વર્ષોથી ભાજપનું શાસન છે. ભાજપ અહીં સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ કાંગરા ખેરવી સત્તા પર આવવા મથામણ કરી રહી છે.

હાલની સ્થિતિ (કુલ બેઠક 30)

પક્ષબેઠકટકા
ભાજપ10640%
કોંગ્રેસ11742%
અન્ય718%

છત્તીસગઢ

તો છત્તીસગઢમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ રહેશે. બંને વચ્ચે મતોની ટકાવારમાં નજીવું અંતર જોવા મળી શકે છે. અહીં રમણસિંહની આકરી કસોટી થઇ શકે છે. છત્તીસગઢમાં કુલ 90 બેઠકમાંથી 39 ટકા મત સાથે 33 બેઠક મેળવી શકે છે. જ્યારે કે 40 ટકા મત સાથે કોંગ્રેસ 54 બેઠક પર જીત પ્રાપ્ત કરી શકે છે. જ્યારે 21 ટકા મત સાથે અન્ય પક્ષો કે અપક્ષને ત્રણ બેઠક મળી શકે છે. વડાપ્રધાન પદના ઉમેદવારની વાત કરવામાં આવે તો 56 ટકા લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે અને 21 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે લોકસભામાં 46 ટકા વોટ શેર ભાજપ, 36 ટકા કોંગ્રેસ અને 18 ટકા અન્યોને મળી શકે છે

હાલની સ્થિતિ છત્તીસગઢ (કુલ બેઠક 90)

પક્ષબેઠકટકા
ભાજપ3339%
કોંગ્રેસ5440%
અન્ય321%

રાજસ્થાન

હવે વાત કરીએ રાજસ્થાનની તો રાજસ્થાન પણ ભાજપની વસુંધરા સરકાર માટે ખતરાની ઘંટડી સામે આવી છે. ઓપિનિયન પોલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ ભાજપ પર મોટી લીડ મેળવશે. જો કે આમ પણ રાજસ્થાનની જનતા દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન મહેચ્છા ધરાવતી આવી છે.

ઓપિનિયન પોલ મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કુલ 200 બેઠકમાં ભાજપને 37 ટકા મત સાથે 57 બેઠક પર જીત પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે કે 51 ટકા મત સાથે કોંગ્રેસ 130 જેટલી બેઠકો પર વિજય મેળવી શકે છે. જ્યારે કે અન્ય પક્ષ કે અપક્ષ 12 ટકા મત સાથે 13 બેઠકો પ્રાપ્ત કરી શકે છે.

હાલની સ્થિતિ રાજસ્થાન (કુલ બેઠક 200)

પક્ષબેઠકટકા
ભાજપ5737%
કોંગ્રેસ13051%
અન્ય1312%

Related posts

ભારતમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે પાકિસ્તાને આ સંગઠનો સાથે મિલાવ્યા હાથ

Mayur

સરકારનું નવું મિશન કશ્મીર, આ ખાસ ખેતીથી ઘાટીના ખેડુતો બનશે લાખોપતિ

NIsha Patel

ચિદમ્બરમ બાદ જેલમાં બંધ આ નેતાને મળવા પહોંચ્યા સોનિયા, કોંગ્રેસે કહ્યું ‘એકજૂટતા દર્શાવવા.’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!