GSTV
Home » News » સાતમા તબક્કામાં 60% મતદાન, આચારસંહિતા લાગુ રહે ત્યાં સુધી સુરક્ષા દળો બંગાળમાં રાખવા ભાજપની માગ

સાતમા તબક્કામાં 60% મતદાન, આચારસંહિતા લાગુ રહે ત્યાં સુધી સુરક્ષા દળો બંગાળમાં રાખવા ભાજપની માગ

Election Commission bjp

લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થયુ હતુ. 918 ઉમેદવાર મેદાનમાં હતા. રવિવારે ઉત્તર પ્રદેશની 13, પશ્વિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8 અને ચંદીગઢની 1 સીટ પર મતદાન ચાલી રહ્યુ છે. સાતમાં તબક્કામાં 6 વાગ્યા સુધીમાં કુલ 60.21 ટકા મતદાન થયુ છે. જેમાં બિહારમાં 49.90%, હિમાચલ પ્રદેશમાં 66.18%, મધ્યપ્રદેશમાં 69.38%, પંજાબમાં 58.81%, ઉત્તરપ્રદેશમાં 54.37%, વેસ્ટબંગાળમાં 73.05%, ઝારખંડમાં 70.5% અને ચંદીગઢમાં 63.57% મતદાન થયુ છે.

સાતમાં ચરણમાં ક્યાં કેટલું મતદાન?

રાજ્ય 1 વાગ્યા સુધીમાં 2 વાગ્યા સુધીમાં 3 વાગ્યા સુધીમાં 4 વાગ્યા સુધીમાં 5 વાગ્યા સુધીમાં6 વાગ્યા સુધીમાં 2014માં મતદાન
બિહાર (8) 36% 36% 37% 46% 51%49.90% 52.06%
હિમાચલ (4) 29% 44% 46% 56% 58%66.18% 64.45%
મધ્યપ્રદેશ (8) 32% 46% 47% 59% 62%69.38% 67.13%
પંજાબ (13) 28% 38% 42% 48% 54%58.81% 70.63%
ઉત્તરપ્રદેશ (13) 26% 37% 39% 46% 49%54.37% 55.2%
બંગાળ (9) 36% 50% 52% 63% 68%73.05% 79.24%
ઝારખંડ (3) 42% 53% 57% 64% 67%70.5% 68.87%
ચંદીગઢ (1) 22% 38% 38% 51% 51%63.57% 73.7%

લોકસભઆ ચૂંટણી-2019નાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટો પર વોટીંગ ચાલે છે. જેમાં કુલ 918 ઉમેદવારો મેદાનમાં છે. 4 વાગ્યા સુધીમાં લગભગ 52 ટકા જેટલું મતદાન થયું છે. ઝારખંડમાં સૌથી વધુ 64 ટકા અને મધ્યપ્રદેશમાં 59 ટકા મતદાન નોંધાયું છે.

કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જણાંવ્યું કે, બંગાળનાં સીએમ મમતા દીદી પહેલાથી જ ધમકી આપી રહ્યા છે, તેથી અમને ભય સતાવે છે કે મતદાન પૂર્ણ થયા બાદ ટીએમસી ત્યાં નરસંહાર શરૂ ન કરી દે. તેથી ચૂંટણી પંચને અમારી રજૂઆત છે કે આચારસંહિતા પૂર્ણ ન થાય ત્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા દળો બંગાળમાં જ રહે.

કયા રાજ્યમાં કેટલું મતદાન?

રાજ્ય 9 વાગ્યા સુધીમાં 10 વાગ્યા સુધીમાં 11 વાગ્યા સુધીમાં 12 વાગ્યા સુધીમાં 1 વાગ્યા સુધીમાં 2 વાગ્યા સુધીમાં 3 વાગ્યા સુધીમાં 4 વાગ્યા સુધીમાં
બિહાર (8) 11% 11% 18% 19% 36% 36% 37% 46%
હિમાચલ (4) 1% 11% 13% 28% 29% 44% 46% 56%
મધ્યપ્રદેશ (8) 7% 13% 14% 29% 32% 46% 47% 59%
પંજાબ (13) 5% 10% 11% 23% 28% 38% 42% 48%
ઉત્તરપ્રદેશ (13) 6% 10% 11% 23% 26% 37% 39% 46%
બંગાળ (9) 11% 14% 16% 32% 36% 50% 52% 63%
ઝારખંડ (3) 13% 15% 17% 31% 42% 53% 57% 64%
ચંદીગઢ (1) 10% 10% 10% 22% 22% 38% 38% 51%

હિંસાની ફરિયાદ કરશે BJP

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી બીજેપી બંગાળમાં અલગ અલગ વિસ્તારોમાં થયેલી હિંસાની ફરિયાદ લઈને ચૂંટણી પંચ પાસે જશે. બીજેપીએ ટીએમસી પર હિંસાનો આરોપ લગાવતા સવારે સત્તાધારી પાર્ટી પર પોતાના કાર્યકર્તાઓની ધોલાઈનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ત્યાં ટીએમસીના કાર્યકર્તાઓ લોકોને મતદાન કરવાથી રોકી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશની જનતા બીજેપીના પક્ષમાં વોટ કરવા માંગે છે. જાણકારી અનુસાર બીજેપીનુ પ્રતિનિધિ મંડળ સાંજે 3.30 વાગે ચૂંટણી પંચ પાસે જશે

1 વાગ્યા સુધી આટલા ટકા થયું મતદાન

સૌથી વૃદ્ધ વ્યક્તિએ કર્યું મતદાન

આરજેડી નેતા તેજપ્રતાપ યાદવની કાર નીચે પત્રકારનો પગ આવી જતા હંગામો મચી ગયો. કાર નીચે પગ આવી ગયો હોવા છતા તેજપ્રતાપના ડ્રાઈવરે કાર આગળ ન લેતા ગુસ્સે ભરેયાલે પત્રકારે તેજ પ્રતાપની કારનો કાચો તોડી નાખ્યો. આ પ્રકારની ઘટના બાદ તેજપ્રતાપના સુરક્ષાકર્મીઓએ પત્રકાર સાથે મારામારી કરી હતી. આ પ્રકારની ઘટના બાદ તેજપ્રતાપે પોતાની હત્યાનો આરોપ વિરોધીઓ પર લગાવ્યો હતો.

સિદ્ધૂ દંપતિએ અમૃતસરમાં કર્યું મતદાન

પશ્વિમ બંગાળના જાદવપુરમાં બીજેપી ઉમેદવાર અનુપમ હઝારિકાએ આરોપ લગાવ્યો છે કે ટિએમસીના ગુંડાએ તેમના એક કાર્યકર્તાની ધોલાઈ કરી છે. સાથે જ કાર્યકર્તાની કાર પર હુમલો થયો છે અને ડ્રાઈવરની પણ ધોલાઈ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કાર્યકર્તાઓએ પોલિંગ બુથથી પોતાના 3 વર્કર્સને બચાવ્યા છે. અનુપમે જણાવ્યું કે બંગાળની જનતા બીજેપીને વોટ આપવા માટે તૈયાર છે પરંતુ આ લોકો તેમને વોટ કરવા દેવા નથી માંગતા.

સિદ્ધૂ દંપતિએ અમૃતસરમાં કર્યું મતદાન

  • બિહાર – 18.90%
  • હિમાચલ પ્રદેશ – 16.92%
  • એમ.પી. – 20.95%
  • પંજાબ – 19.69%
  • યુ.પી. – 18.05%
  • પશ્ચિમ બંગાળ – 26.07%
  • ઝારખંડ – 27.71%
  • ચંદિગઢ -18.70%
  • કુલ 20.54%

ગુરદાસપુરમાં હિંસક ઝડપ

પંજાબના ગુરદાસપુરમાં અંદરો અંદર ઝગડ્યા કોંગ્રેસના સમર્થકો જેમાં 3 કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. આ ઘટના કોટ મોહનલાલ વિસ્તારની છે. આ બેઠક પર અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

કેદારનાથ પ્રવાસ મામલે PM મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ

પીએમ મોદીના કેદારનાથ પ્રવાસ મામલે ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ટીએમસીનો આરોપ છે કે, પીએમ મોદીના કેદારનાથ પ્રવાસનું પ્રસારણ ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે કેદારનાથમાં મતદારોને પ્રભાવિત કરતાની કોશિશ કરી છે. અને કેદારનાથમાં તેણે મીડિયાને પણ સંબોધિત કર્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદી બે દિવસ માટે કેદનાથની મુલાકાતે હતા. જે બાદ તેઓ બદ્રીનાથમા દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ કેદનારનાથમાં પૂજા-અર્ચન અને ધ્યાન કર્યુ હતુ. ત્યારે આ મામલે ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

CPM ઉમેદવાર સલીમે કર્યું મતદાન

ગોરખપુરમાં પ્રમુખ અધિકારીનું મોત

ગોરખપુરમાં મતદાન સમયે પ્રમુખ અધિકારી રાજારામનું મોત થયું છે. પહેલા ઈલેક્શન ડ્યુટી પર તેમની તબિયત બગડી તેના બાદ તેમનું મોત થઈ ગયું હતું. તેમને અસ્થમાની બિમારી હતી. આ ઘટના પિપરાઈચ સ્ટેશનના બેલા-કાંટા બુથ નંબર 381ની છે. પ્રમુખ અધિકારી રાજારામ રેલવે મહાપ્રબંધક ઓફિસમાં સતર્કતા વિભાગમાં છે.

ટીએમસી ઉમેદવારને ફોર્સે રોક્યા

દક્ષિણ કોલકાતાથી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર માલા રોયને બુથ પર રોકવામાં આવ્યા.

સવારે 9 વાગ્યા સુધી મતદાન ટકાવારીમાં

બિહાર – 10.65%
હિમાચલ પ્રદેશ – 0.87%
એમ.પી. – 7.16%
પંજાબ – 4.64%
યુ.પી. – 5.97%
પશ્ચિમ બંગાળ – 10.54%
ઝારખંડ – 13.19%

ઉત્તર પ્રદેશના ગાજીપુરથી ભાજપના ઉમેદવાર મનોજસિંહાએ  મતદાન કર્યુ

કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના ગાજીપુરથી ભાજપના ઉમેદવાર મનોજસિંહાએ  મતદાન કર્યુ. મતદાન શરૂ થતાની સાથે તેઓ પોતાના સમર્થકો સાથે મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યા તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો.

અપનાદળના નેતા અનુપ્રિયા પટેલે યુપીના મિર્ઝાપુરમાં મતદાન કર્યુ

કેન્દ્રીય પ્રધાન અને અપનાદળના નેતા અનુપ્રિયા પટેલે યુપીના મિર્ઝાપુરમાં મતદાન કર્યુ. મતદાન કરવા તેઓ મિર્ઝાપુરની સેંટ મેરી સ્કૂલ પહોંચ્યા હતા. જ્યા તેમણે સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, દેશમાં ફરીવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. અને યુપીમાં બસપા અને સપાની મોટી હાર થવાની છે.

બિહારના સીએમ નીતિશ કુમારે કર્યું મતદાન

બિહારના પટનામાં સીએમ નીતિશ કુમારે મતદાન કર્યુ હતું. મતદાન શરૂ થતાની સાથે નીતિશ કુમાર મતદાન કરવા રાજભવનના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી અને દેશમાં ફરીવાર એનડીએની સરકાર રચવાનો દાવો કર્યો હતો.

નીતિશ કુમારે કહ્યું કે, દેશમાં ચૂંટણી સાત તબક્કાના બદલે બે થી ત્રણ તબક્કામાં પૂર્ણ કરવી જોઈએ. વધુ તબક્કાના કારણે મતદારોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કર્યું મતદાન

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બિહારના પટનામાં મતદાન કર્યુ હતું. તેઓ પટના બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને મતદાન કરવા તેઓ પોતાના સમર્થકો સાથે પટનાની મહિલા કોલેજ પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું કે, દેશમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. બિહારમાં મહાગઠબંધનની મોટી હાર થવાની થશે અને ભાજપની જીત થવાની છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કર્યું મતદાન

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પટનામાં મતદાન કર્યુ હતું. મતદાન કરવા તેઓ સેંટ જોસેફ સ્કૂલ પહોંચ્યા હતા જ્યાં તેમણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ કે, બિહારમાં મહાગઠબંધનની હાર થવાની છે અને ભાજપની મોટી જીત થવાની છે.

અકાલીદળના સંરક્ષક પ્રકાશસિંહ બાદલે કર્યું મતદાન

પંજાબમાં ભાજપના સહયોગી અકાલીદળના સંરક્ષક પ્રકાશસિંહ બાદલે મતદાન કર્યુ. તેમણે મતદાન કર્યા બાદ જણાવ્યુ કે, ચૂંટણીમાં વિકાસ અને પીએમ મોદી સૌથી મોટો મુદ્દો છે. દેશમાં જેવી રીતે મોદી લહેર ચાલી રહી છે તેની સામે કોઈ ટકવાનું નથી. પંજાબમાં કોંગ્રેસની હાર થવાની છે. પંજાબની જનતા કોંગ્રેસને હવે ઓળખી ગઈ છે. જેથી પંજાબમાં એનડીએની જીત થવાની છે.

કોલકત્તાથી ભાજપના ઉમેદવાર ચંદ્રાકુમાર બોઝે મતદાન કર્યુ

પશ્વિમ બંગાળના સાઉથ કોલકત્તાથી ભાજપના ઉમેદવાર ચંદ્રાકુમાર બોઝે મતદાન કર્યુ હતું. તેઓ નેતાજી સુભાષ ચંદ્રબોઝના પૌત્ર છે. ચંદ્રાકુમાર બોઝ મતદાન કરવા પોતાના સમર્થકો સાથે સિટી કોલેજ પહોચ્યા હતા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે પશ્વિમ બંગાળમાં ભાજપની જીત દાવો કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

ટીએમસીના ઉમેદવાર અભિષેક બેનર્જીએ કર્યું મતદાન

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ભત્રિજા અને ટીએમસીના ઉમેદવાર અભિષેક બેનર્જીએ નોર્થ કોલકત્તામાં મતદાન કર્યુ હતું. મતદાન કરવા તેઓ સામાન્ય મતદારની જેમ જ લાઈનમાં ઉભા રહ્યા હતા અને મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે, પશ્વિમ બંગાળમાં ફરી એકવાર ટીએમસી જીતી રહી છે અને મતદાન દરમિયાન ફેલાયેલી હિંસા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ અભિષેક બેનર્જીએ લગાવ્યો હતો.તેમણે જણાવ્યું કે 15મે એ ડાયમંડ હાર્બરમાં પીએમ મોદીએ જે આરોપ લગાવ્યા, તેને સાબિત કરે, જો આમ કરવામાં તે સફળ ન રહ્યા તો હું તેમને કોર્ટમાં લઈ જઈશ. બેનર્જીએ પીએમ મોદી વિરુદ્ધ માનહાનીનો કેસ કરવાની પણ ચેતાવણી આપી છે.

ભારતીય ટીમના સ્પિનર હરભજનસિંહે કર્યો મતાધિકારનો ઉપયોગ

ભારતીય ટીમના સ્પિનર હરભજનસિંહે પંજાબના જલંધરમાં મતદાન કર્યુ હતું. મતદાન કરવા હરભજન સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભો રહ્યો હતો અને સરકારી સ્કૂલમાં આવેલા મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ હરભજને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યુ. મતદાન શરૂ થતાની સાથે તેઓ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ કે, દેશમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. મોદી સરકારના શાસનમાં દેશમાં જાતિવાદ અને વંશવાદની દીવાલ ધ્વંશ થઈ છે. યુપીમાં 74થી વધારે બેઠક મળવાની છે. અને દેશમાં ભાજપને 300થી વધારે બેઠક મળવાની છે.

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતીમ તબક્કા માટે રવિવારે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે, આ અંતિમ તબક્કામાં હવે બાકી રહી ગયેલી ૫૯ બેઠકો પર મતદાન યોજાશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે.

આ બેઠકોમાં પંજાબમાં બધી જ ૧૩, ઉત્તર પ્રદેશની પણ બાકી રહી ગયેલી બેઠકો, નવ પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ, બિહારની આઠ, મધ્ય પ્રદેશની ચાર, અને ચંડીગઢની એક બેઠક પર મતદાન યોજાશે.  રાજ્યો પર નજર કરીએ તો પંજાબમાં આ ચૂંટણીમાં અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ સુનિલ જાખર, આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટના ચીફ ભગવંત માન, બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ પણ ગુર્દાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે.

Read Also

Related posts

શિવસેનાનો હુંકાર : 5 વર્ષ સુધી નહીં પણ 25 વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે

Arohi

દિલ્હી-એનસીઆરમાં લાગી સૌથી મોટી હેલ્થ ઈમર્જન્સી, 2 દિવસ શ્વાસ લેવું પણ પડી શકે છે ભારે

Arohi

રસ્તા પર અર્ધનગ્ન અવસ્થામાં ભાગતી રહી યુવતી, બંદૂકના દમ પર ડ્રાઇવરે કપડા ઉતરાવીને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!