GSTV
Home » News » ભાજપ કોંગ્રેસને એક જ સવાલ, લોકો મત આપવા નીકળશે કે નહીં ?

ભાજપ કોંગ્રેસને એક જ સવાલ, લોકો મત આપવા નીકળશે કે નહીં ?

છેલ્લા કેટલાય દિવસથી ભાજપ કોંગ્રેસના નેતાઓ ગામે ગામ ફરી રહ્યા છે. સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે છતાં ગુજરાતમાં મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવા છતાં ચૂંટણીનો માહોલ જામતો જ નથી. આથી ભાજપ કોંગ્રેસને એક જ સવાલ થઇ રહ્યો છે કે મતદારો મત આપવા નીકળશે કે નહીં. આ વખતે પહેલી વાર એવું બન્યુ છે કે ખેરખાં કહેવાતા રાજકારણીઓ પણ મતદારોનું મન કળવામાં નિષ્ફળ રહ્યા છે. મતદારોનું મૌન ઉમેદવારો માટે અકળાવનારૂ બન્યું છે.

23 એપ્રિલે ગુજરાતમાં 26 લોકસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને રાષ્ટ્રીય પક્ષો મત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ અમિત શાહથી લઈ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીથી લઈ અહમદ પટેલની ચૂંટણી સભાઓ યોજાઈ રહી છે. બન્ને પક્ષોના પ્રચાર માટે નેતાઓની સાથે સાથે અભિનેતાઓ અને સ્થાનિક આગેવાનો પણ પ્રચારમાં જોતરાયેલા છે. આમ છતાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો નથી. મતદારો મન કળાવા દેતા નથી. જેના કારણે ભાજપ અને કોંગ્રેસની અકળામણ વધી રહી છે કે, મતદારો મત આપશે કે નહીં?

ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપમાંથી અમીત શાહના રોડ શો સભા અને ગ્રુપ મીટિંગો કરી છે. પીએમ મોદી પણ છેલ્લી ઘડી સુધી પ્રચાર કમાન સંભાળી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી રાહુલ અને અહમદ પટેલની છેલ્લા તબક્કામાં પ્રચાર સભાઓ થઇ છે. આમ છતાં પણ ગુજરાતનો શાણો મતદાર ચૂંટણીના ત્રણ દિવસ પહેલા પણ મન કળવા દેતો નથી. મતદારો બન્ને રાજકીય પક્ષોના પ્રચારને શાંતિથી જોઈ ચકાસી રહ્યા છે.ગુજરાતના શાણા મતદારો મન કળવા દેતા નથી, ત્યારે ભાજપના પ્રાદેશિક નેતાઓ દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વે મુજબ, જો મતદારો ભાજપથી નારાજ રહેશે તો ભાજપને નુકસાન ઉઠાવવાનો વારો આવશે.

ભાજપને તો અમીત શાહ અડવાણી કરતાં ઓછી લીડથી જીતે તો પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન થાય એવું છે. તો બીજી બાજુ કોંગ્રેસને પણ ડર સતાવે છે કે, ભાજપના આક્રમક પ્રચારમાં મતદારો ભોળવાઈ જશે અને ફરી એક વાર તમામ 26 બેઠકો ભાજપને આપી દેશે, તો માત્ર ગુજરાત કોંગ્રેસનું નહિં પરંતુ રાહુલ ગાંધીનું પણ નાક કપાશે.

READ ALSO

Related posts

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari

સૌ પ્રથમ કોણે કર્યું હતું કરવા ચોથનું વ્રત? જાણો કરવા અને ચાળણાનું મહત્વ

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!