કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે, ભાજપ મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં સરકાર બનાવી લેશે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠકને સંબોધિત કરતા આ દાવો કર્યો છે.
તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ તે નહીં વિચારવું જોઈએ કે આપણી સરકાર મહારાષ્ટ્રમાં નહી આવે. આપણે આગામી 2-3 મહીનામાં અહીં સરકાર બનાવી લેશું. અમે તેના પર કામ કર્યું છે. આપણે વિધાન પરિષદની ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યાં છીએ.

અહીં ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ઠીક એક વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે NCP નેતા સાથે મળીને રાજ્યમાં 80 કલાકની સરકાર બનાવી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર બનાવશે તેવો દાવો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કર્યો છે.
READ ALSO
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
- સરકારી કર્મચારીઓ માટે સારી ખબર : પ્રમોશન પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીમાં મોદી સરકાર, થશે મોટો લાભ