GSTV

ભાજપ એકલા હાથે જ લડશે વિધાનસભાની ચૂંટણી, ગઠબંધન કરવાનો સાફ ઇનકાર

Last Updated on January 21, 2019 by Karan

ભાજપના મહામંત્રી રામ માધવે આજે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ એકલા હાથે જ ચૂંટણી લડશે, પરંતુ સ્થાયી સરકાર આપવા અન્ય મિત્રો પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે ભાજપ પ્રદેશની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.’ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રિ-પોલ જોડાણની ખૂબ ઓછી શક્યતા છે. ચૂંટણી પછી ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે અને સ્થાયી સરકાર આપવા મિત્ર પક્ષો સાથે મળી નવી સરકાર બનાવવાના પ્રયાસો કરશે’એમ તેમણે કહ્યું હતું.

લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાશે

રાજ્યની ખાસ પરિસ્થિત જોતાં’ સરકાર બનાવવા અન્ય પક્ષો સાથે હાથ મીલાવવામાં અમને કોઇ જ વાંધો નથી’એમ તેમણે કહ્યું હતું. અગાઉ પીપલ્સ ડેમોક્રેટિસ પાર્ટી-પીડીપી-સાથે મળીને બનાવેલી સરકાર અંગે બોલતાં માધવે કહ્યું હતું કે ‘ ચૂંટણી પછી અમે જોડાણ કર્યું હતું, પરંતુ આજે ફરીથી ભાજપ એકલા હાથે જ ચૂંટણી લડવા તૈયાર છે’. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી તેમની ત્રીજી  ફેબ્રુઆરીની રાજ્યની મુલાકાત દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વગાડશે.’લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાશે, ભાજપ રાજ્યની વિધાનસભાની ચૂંટણી લડવા તૈયાર છે.

જમ્મુ-કાશ્મીરમાં છ મહિનાની અંદર અંદર વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

હવે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે રાજ્યમાં લોકસભાની સાથે જ વિઘાનસભાની ચૂંટણી યોજવી કે અલગ ,પણ  અમે તૈયાર છીએ’. ગયા વર્ષે નવેમ્બરમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં છ મહિનાની અંદર અંદર વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. હાલમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે. ભાજપ રાજ્યમાં નવેસરથી ચૂંટણી ઇચ્છતું નથી એવા આરોપોનો રામ માધવે ઇનકાર કર્યો હતો.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!