GSTV
India News Trending

પોલિટિક્સ / લોકસભા 2024 માટે ભાજપનું હવે “મુઝે બસ ચલતે જાના હે” શું સફળ થશે?

લોકસભા 2024ની ચૂંટણીમાં 400 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાનમાં ઉતરવાની છે. ચૂંટણીની રણનીતિ પણ તૈયાર થઈ ગઈ હોવાનું કહેવાય છે. જે હેઠળ ભાજપે ચાર મિનિટ 30 સેકેન્ડની “મુઝે બસ ચલતે જાના હે” નો વિડિયો જાહેર કર્યો છે, જેમાં તમામ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

વિરોધપક્ષ હજી એકજૂટ થઈ શક્યો નથી. ત્યારે ભાજપે પોતાની તૈયારી ચાલુ કરી દીધી છે. ભાજપ કોઈ પણ હિસાબે 2024ની ચૂંટણી એકલા હાથે બહુમતીએ જીતવા માગે છે. તે માટે વધુને વધુ લોકો સુધી પહોંચીને પોતાની સિદ્ધીઓ જણાવવા માગે છે.

2023ના અંત સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓછીમાં ઓછી 100 રેલી કરવાના છે. 2014માં અને 2019માં જે સીટ જીતી શકી નથી તેના પર ધ્યાન કેન્દ્રીય કરવાની છે. તો એ સાથે જ “મુઝે બસ ચલતે જાના હે” નો વિડિયો જાહેર કરીને તેમાં મોદીના કાર્યકાળમાં લાવવામાં આવેલી તમામ યોજનાઓ વિશે માહીતી આપવામાં આવી છે. ખાસ કરીને આ વિડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો સોનિયા ગાંધી અને મણિશંકરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth

ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

Hina Vaja

આર્થિક તંગીથી પરેશાન છો ? એક દીવો કરી શકે છે તમારી બધી જ સમસ્યા દૂર, આ રીતે કરો ઉપાય

Padma Patel
GSTV