ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં તખ્તો તૈયાર થઈ રહ્યો છે. ત્યારે સૌથી મોટો પ્રશ્નાર્થ છે કે, શું ભાજપ આ ચૂંટણીમાં કોઈ ઈતિહાસ રચશે કે કોંગ્રેસ તેનો પંજો કેવી રીત ચલાવશે? 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીત મેળવે છે અને બીજેપીને શું પડકાર છે અને ક્યાં મુદ્દા એવા છે જેનાથી સરકાર સામે આંદોલન પણ સમી જાય. બીજી તરફ બીજેપી માટે હવેની ચૂંટણીમાં કલમ 370 કે પછી રામ મંદિર સહિતના મુદ્દા બચ્યા નથી જેથી મતોનું ધ્રુવીકરણ થઇ શકે ત્યારે હવે હિંદુત્વના કેવા એજન્ડા સાથે આગળ ચાલશે આવો જાણીએ

ગુજરાતમાં હાલ મજબૂત વિરોધ પક્ષ નથી તેવું ગાણું ગાતી ભાજપ સરકારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી છે.
જો કે વિપક્ષે પણ શિક્ષણ, ભ્રષ્ટાચાર અને વિજળી-પાણી સહિતના મુદ્દે સરકારને અનેક વખત ઘેરી છે તો કોંગ્રેસને અસ્તિત્વ માટે લડાઈ લડવાની છે. હાલમાં સરકાર સામે અનેક પડકારો છે જેની સામે સરકાર બેકફૂટ પર ચાલી રહી છે. બીજેપીને સત્તા પર ટકી રહેવા માટે સાથે જ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા અનેક મુદ્દે કવાયત કરવી ફરજીયાત બની ગઈ છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન બેરોજગારીનો છે. કોંગ્રેસને મુદ્દો મળી ગયો તો હાલમાં મોંઘવારીએ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે દિવસે દિવસે વધતા પેટ્રોલ ડિઝલ અને સીએનજીના ભાવના કારણે અનેક લોકો પરેશાન છે.
લઠ્ઠાકાંડને લઈને પણ સરકાર બેકફૂટ પર છે અને કાયદો અને વ્યવસ્થાની બાબતમાં સરકાર ઘેરાઈ રહી છે. એ સિવાય સરકાર સામે સૌથી મોટો સળગતો સવાલ છે યુવાઓની ભરતીનો મુદ્દો છે જેમાં અવાર નવાર પેપર ફૂટી રહ્યા છે. હાલમાં ખેડૂતો અને પશુપાલકો પણ બીજેપીથી લમ્પી વાઈરસના કારણે થયેલા નુકશાન અને પશુઓના મોતથી નારાજ છે જેના કારણે બીજેપી માટે આંતરિક નારાજગી સામે આવી રહી છે જેથી બીજેપીને ચિંતા વધી ગઈ છે આવા સંજોગોમાં કેવી રીતે ફ્રન્ટ ફૂટ પર આવવું તેને લઈને સરકાર મુંઝવણમાં હોવાનું સામે આવી રહ્યું છે. અત્યાર સુધીની ચૂંટણી દરમિયાન ભાજપ હાર્ડકોર હિંદુત્વ અને દેશભક્તિના મુદ્દા સાથે ચૂંટણી મેદાને આવતી હતી પરંતુ હવે સોફ્ટ હિન્દુત્વનો મુદ્દો આગળ ધરવો જરૂરી બની ગયો છે.
આ તો થઈ મુંઝવણની વાત પણ એ પણ સનાતન સત્ય છે કે હિન્દુત્વના નામે બીજેપી જીતતી આવી છે. જો હવે સરકાર પાસે રહેલા તમામ મુદ્દાઓ જેવા કે કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, ત્રિપલ તલાક બિલ, પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ, પ્રધાનમંત્રી વીમા યોજના, જનધન ખાતા, રામ મંદિરનો મુદ્દો આ મુદ્દાઓ હવે લગભગ પૂર્ણતાના આરે છે. હવે આ ચૂંટણી દરમિયાન આ પૈકીના મુદ્દા કામ લાગે એવા નથી પરંતુ હવે ભાજપની જે છાપ છે એ હિન્દુત્વની છે અને હિન્દુત્વના એજન્ડાને પકડી રાખવો બીજેપી માટે જરૂરી બની ગયો છે. આમ તો બીજેપી કહી રહી છે કે અમે વિકાસની રાજનીતિ કરી રહ્યા છીએ પરંતુ એ વાત પણ હકીકત છે કે હિંદુત્વના એજન્ડા પર જ બીજેપી જીત મેળવે છે.
ત્યારે બીજેપી ક્યાં મુદ્દાઓ સાથે આગળ ચાલશે એ સવાલ છે. પાર્ટીમાં જ ચાલતી ચર્ચા મુજબ ભાજપ આ ચૂંટણી દરમિયાન ડિફેન્સિવ હિંદુત્વના મુદ્દા સાથે આગળ ચાલશે. પહેલાંની જેમ હાર્ડકોર હિંદુત્વના મુદ્દા સાથે બીજેપી આગળ નહીં ચાલે પરંતુ સાધુ સંતોના આશીર્વાદ લેવા સાથે જ ધાર્મિક સંસ્થાનો દ્વારા મોટા કાર્યક્રમ યોજી ડિફેન્સિવ હિન્દુત્વ લહેર ઉભી કરવી અને એ સંસ્થાનો સાથે જોડાયેલા ભક્તો સુધી બીજેપીની વાત પહોંચાડવી સાથે જ પાવાગઢ મંદિરમાં 500 વર્ષ બાદ ધ્વજરોહણ થયું એવી રીતે જ બીજેપી સોફ્ટ હિન્દુત્વ સાથે જ વિપક્ષો દ્વારા સરકારની આવડત પર સવાલ ઉઠાવે છે અને આંદોલનના મંડાણ થાય છે તેને પૂર્ણ કરી કર્મચારીઓ અને યુવાઓને ખુશ કરવા સહિતના મુદ્દા પર આગળ ચાલવા ઈચ્છી રહી છે. જેના કારણે બીજેપીની હિન્દુત્વની લહેર પણ જળવાઈ રહે અને કર્મચારીઓ હોય કે યુવાઓ હોય તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને વિપક્ષના આક્ષેપનો જવાબ પણ મળી જાય એમ બીજેપીએ અત્યારે તમામ મોરચે કામગીરી આરંભી દીધી છે જેને લઈને બીજેપીને ચૂંટણી સમયે સભા યોજવી કે અન્ય બાબતોમાં તકલીફ ઉભી ના થાય
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ
- દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ
- સુરત/ એથર કેમિકલ કંપનીમાં 7 ગૂમ થયેલા કામદારોના પરિવારજનો દિવસે રઝળતા રહ્યા, ને રાત્રે ભડથૂં મૃતદેહ બહાર કઢાયા
- TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ, 140 ટકાનો થયો નફો
- સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી