બાવળિયાની જીતથી ભાજપ સૌરાષ્ટ્રના આ કદાવર નેતાનું કાપી કાઢશે પત્તું, સમીકરણો હવે બદલાયા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાની પ્રચંડ જીત બાદ હવે તેમનું કદ પાર્ટીમાં પણ વધી ગયુ છે. તો બીજીતરફ પરષોતમ-હિરા સોલંકીનુ કદ ઘટયુ છે. બાવળિયાને કેબિનેટ પ્રધાન બનાવાતાં પરષોતમ સોલંકીએ સારુ ખાતુ આપવાની જીદ પકડી હતી જે ભાજપે આજદીન સુધી પૂર્ણ કરી નથી. ભાજપ આમેય સોલંકીબંધુના રાજકીય દબાણથી પિડીત છે પરિણામે બાવળિયાને આગળ ધરી સોલંકી બંધુને ઠેકાણે પાડવાનો ભાજપ નેતાગીરીનો પ્લાન હવે સફળ થતો જોવા મળી રહ્યો છે. પેટાચૂંટણી બાદ કોળીમાં ય નવી નેતાગીરી ઉભરી છે. બાવળિયા સર્વસ્વિકૃત નેતા બનીને ઉભર્યા છે. આ કારણોસર હવે સોલંકી બંધુનુ પત્તુ કપાઇ જશે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંય નેતાઓને ય ભાજપની નેતાગીરી હાંસિયામાં ધકેલી દેવાની તૈયારીમાં છે.

ત્રીજી જાન્યુઆરીએ ધારાસભ્ય પદના શપથ લેશે

જસદણમાં જીત મેળવનારા ભાજપના કુંવરજી બાવળીયાની ધારાસભ્ય પદની શપથવિધિની કવાયત શરૂ કરાઇ છે. બાવળીયા આગામી ત્રીજી જાન્યુઆરીએ ધારાસભ્ય પદના શપથ લેશે. રાજયપાલ ઓ પી કોહલી તેમને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવશે.શપથવિધિ બાદ તેઓ વિધિસર રીતે પ્રધાન તરીકેનો ચાર્જ ફરી સંભાળશે.

જીતથી બાવળિયાને થશે સૌથી મોટો ફાયદો

 • બાવળિયાનું ભાજપમાં કદ વધ્યું
 • ભાજપમાં મંત્રી પદ બચી ગયું અને સર્વમાન્ય નેતા બની ગયા
 • જસદણ એ કોંગ્રેસનો નહીં બાવળિયાનો ગઢ હોવાનું પૂરવાર કર્યું
 • કોંગ્રેસને બતાવી દીધું કે આજે પણ તેમનું સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ છે.
 • કોળી સમાજમાં પણ હવે સર્વસામાન્ય નેતા બની રહેશે,
 • કોળી સમાજના નેતા હોવાનું ભાજપમાં પ્રસ્થાપિત કરશો સોલંકી બંધુઓનું કદ ઘટી જશે.
 • ભવિષ્યમાં સૌરાષ્ટ્રના કદાવર નેતા તરીકે કેન્દ્રમાં પણ મળી શકે સ્થાન
 • કોળી સમાજના 5 રાજ્યોમાં રહેલા મતો અંકિત કરવા મોદી આપી શકે છે ચાન્સ
 • 20 હજાર વોટોથી બાવળિયાએ જસદણ જીતી પોતાનું રાજકીય ભવિષ્ય બચાવી લીધું
 • મોદી અને અમિત શાહની આબરૂનું ધોવાણ અટકાવતાં દેશમાં બાવળિયાની નોંધ લેવાશે

સીએમ વિજય રૂપાણીએ બાવળિયાની પ્રચંડ લીડથી જીતને ભાજપની જીત ગણાવી છે. આ ભાજપને તો ફાયદો થયો છે પણ હાર અને જીતથી સૌથી વધારે ફર્ક એ બાવળિયાને પડવાનો હતો. આ હાર થઈ હોત તો કોંગ્રેસ માટે એક સીટનો ફાયદો થયો હોત. ભાજપ માટે તો એક બેઠક આમ પણ તેમની હતી અને ગુમાવી હોત. હા ભાજપની આબરૂનું ધોવાણ થયું હોત પણ સૌથી વધારે નુક્સાન બાવળિયાને થવાનું હતું. હવે આ જીતનો સૌથી વધુ ફાયદો પણ બાવળિયાને થવાનો છે. જાણો કયા પ્રકારે બાવળિયાને ફાયદો થશે.

બાવળિયાએ ભાજપનો ભરોસો જાળવ્યો

 • જસદણ કુંવરજી બાવળિયાનો અજેય ગઢ છે એ ફરી પૂરવાર થયું
 • ભાજપમાં જૂના જોગીઓની સરખામણીએ કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ વધશે
 • દાયકાઓથી કોંગ્રેસનો ગઢ રહેલી જસદણની બેઠક પર ભાજપ મજબૂત થશે
 • ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ જશે
 • સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા જળવાઇ રહેશે
 • દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા લેવાયેલો નિર્ણય સાચો હતો એ પૂરવાર થયું
 • કુંવરજીને પ્રધાનપદુ આપવાનો નિર્ણય બરાબર હતો તે સાબિત થયું
 • પાંચ રાજ્યોની હાર બાદ ભાજપ માટે જીત ટોનિક સમાન બની રહેશે
 • લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપમાં નવું જોમ પુરાશે
 • ભાજપ પૂરા જોમ અને ઉત્સાહ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરશે

READ ALSO …

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter