GSTV

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ નવા મૂરતિયાઓ લાવશે, કોંગ્રેસ જૂના જોગીઓના સથવારે

ગુજરાત ભાજપ અને કોંગ્રેસ માટે ફરી એક વખત ખૂદને સાબિત કરવાનું મુર્હત આવી ગયું છે. રાજ્યસભાની ચૂંટણી માર્ચ મહિનામાં યોજાવાની છે, જેને ગમે તે ભોગે જીતવા માટે અને રાજ્યસભામાં પોતાનું બળ વધારવા માટે બંન્ને પક્ષો તૈયાર છે. થોડાં સમય પહેલાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી થઈ ત્યારે ક્રોસ વોટીંગનો કાળ ચોઘડીયો દાવ રમી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ પર અણીયારો ઘા કર્યો હતો. જેનો બદલો લેવા કોંગ્રેસ આ વખતે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે.

ભાજપના નવા ઉમેદવારો કોંગ્રેસ જૂના જોગીઓને સથવારે

મળતી માહિતી પ્રમાણે ભાજપ પોતાના રાજ્યસભાના કોઈ પણ સાંસદને રિપીટ નહીં કરે. ભાજપ પાસે રાજ્યસભામાં ચુની ગોહિલ, લાલજી વડોદીયા અને શંભૂપ્રસાદ ટિડિયા છે. જેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાને તક આપશે. બીજી તરફ કોંગ્રેસ પોતાના જૂના જોગીઓના જ સથવારે ચૂંટણી જીતવાની વૈતરણી પાર કરવા ઉતરશે. કોંગ્રેસ પાસે હાલ મધુસુધન મિસ્ત્રી છે, જેની ટર્મ પૂર્ણ થવામાં છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજ્યસભામાં હોય તેવા સાંસદોમાં અહેમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલ અત્યાર સુધીમાં કુલ 5 વખત રાજ્યસભા પહોંચ્યા છે. તો બીજી તરફ પોતાના ભાષણોના કારણે સત્તાધારી પક્ષની સમસ્યામાં વધારો કરતાં મધુસુદન મિસ્ત્રીને કોંગ્રેસ કોઈ કાળે ખોવા નથી માગતી. જેથી તેમને રિપીટ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મધુસુદન મિસ્ત્રીની ગણતરી એવા નેતાઓમાં થાય છે જેમણે વડોદરામાં 2014ની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીને ટક્કર આપી હતી.

બે સીટો તો અમારા ખાતામાં જ છે

ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ પર આવી રહેલી ચૂંટણીમાં બે સીટ કોંગ્રેસ જીતશે તેવો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો. તેમણે ભાજપ પર જોડતોડ કરશે તેવો આક્ષેપ કરીને કહ્યું કે કોંગ્રેસના કોઈ સભ્યો તૂટશે નહીં. કોંગ્રેસ એક ટીમ થઈને કામ કરશે. જોકે ઉમેદવારની પસંદગી હાઈકમાન્ડ કરશે.

ક્યારે યોજાશે ચૂંટણીઓ ?

માર્ચ મહિનામાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. ગુજરાતની રાજ્યસભાની ખાલી થઈ રહેલી બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. અને આ જ દિવસે ચૂંટણી બાદ મતગણતરી યોજાશે. રાજ્યસભામાં બહુમતિ માટે 123 બેઠકો જરૂરી છે. જ્યારે NDA પાસે 115, યુપીએ પાસે 63 અન્ય પક્ષો પાસે 62 બેઠકો છે.

સ્થિતિ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 2 મળી શકે છે

  • હાલ ભાજપના હાથમાં રાજ્યસભાની ૩ સીટ અને કાંગ્રેસ પાસે ૧ સીટ
  • હાલની સ્થિતિ પ્રમાણે ચૂંટણી થાય તો ભાજપને ૨ અને કાંગ્રેસને 2 સીટ મળી શકે

ભાજપ તોડજોડનું રમી શકે છે રાજકારણ

હાલની સ્થિતિએ જોવા જઇએ તો કુલ મત 179 છે. એટલે જેટલી સીટ ખાલી હોય એમાં એક ઉમેરીને તેને ચાર વડે ભાગવામાં આવે તો ચાર બેઠક જીતવા માટે પ્રતિ બેઠક 35.5 મત જોઇએ. હાલ કોંગ્રેસ પાસે પોતાની 74 બેઠક વત્તા બે અપક્ષ એમ કુલ 76 મત છે. એટલે 35.5 મતના ક્રાઇટેરિયા પ્રમાણે તેને બે સીટ મળી શકે એમ છે. હવે જો ભાજપ તોડ જોડનું રાજકારણ રમીને કોંગ્રેસના દસ ધારાસભ્યોને ગેરહાજર રખાવી શકે તો કોંગ્રેસના 76 મતની જગ્યાએ 66 મત થઇ જાય. તો ગેરહાજર રહેલા સભ્યોને બાદ કર્યા પછીની સંખ્યા પ્રમાણે ગણતરી કરવાની રહે. એટલે 169 ભાગ્યા ચાર કરતાં 33.4 મત થાય તો કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી શકે.

READ ALSO

Related posts

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah

કોરોનાનો હાહાકાર: તબલીગી જમાતનાં પદાધિકારીઓને સખ્ત ભાષામાં ચેતવણી આપતા પોલીસ ઓફિસરનો વીડિયો વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!