GSTV
India News ટોપ સ્ટોરી

BJPનું પડદા પાછળનું મૌન? પક્ષ માત્ર રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છે, સરકાર રચવા માટે લીધો નથી કોઈ નિર્ણય

ભારતીય જનતા પાર્ટી એ મહારાષ્ટ્ર માં સરકાર રચવા માટે કોઈ નિર્ણય લીધો નથી. અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી ને બેઠા છીએ, અમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચન્દ્રકન્ત પાટીલે કહ્યું હતું.  શિવસેનાના બળવા પાછળ ભાજપનો હાથ હોવાનો સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગુવાહાટીમાં બળવાખોરો ૨/૩ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યા છે. રાજ્ય સરકાર લઘુમતીમાં હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ પૃભૂમિમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને પુણેમાં ભાજપ સરકારની રચના બાબતે પૂછાતાં તેમણે કહ્યું હતું કે પક્ષે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી. 

શિવસેના

શું ભાજપ રાજ્યમાં સ્થિર સરકાર આપવા આગળ આવશે? આ પત્રકારોના પ્રશ્નના જવાબમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું, ના, હજુ સુધી એવું કંઈ થયું નથી કે ભાજપે તેની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. સ્વાભાવિક રીતે, એક રાજકીય પક્ષ તરીકે આપણે શું થઈ રહ્યું છે તેના પર નજીકથી નજર રાખીએ છીએ. રાજ્ય સરકારની સ્થિરતા વિશે વાત કરવા માટે અત્યાર સુધી કંઈ થયું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા થોડાક દિવસ અગાઉ એકનાથ અને ભાજપના નાતે દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વડેદરામાં બંધ બારણે બેઠકો યોજાઈ હતી. ત્યારે હવે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં શું સ્થિતિ ઉભી થાય છે તે હવે જોવાનું રહ્યું.

ઉદ્ધવ સરકારના મંત્રીમંડળમાંથી નવમી વિકેટ પડી છે. વધુ એક મંત્રી ઉદય સામંત પણ આજે ગુવાહાટી પહોંચી એકનાથ શિંદે ગૂ્રપમાં સામેલ થયા હતા. સામંત શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કારકારિણીમાં પણ હાજર હતા પણ બાદમાં ગાયબ થઈ ગયા હતા અને આજે સીધા ગુવાહાટીમાં પ્રગટ થયા હતા. 

કોંકણના ધારાસભ્ય ઉદય સામંત રાજ્ય સરકારમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન છે. એકનાથ શિંદેના જૂથમાં સામેલ થનારા તે મહારાષ્ટ્રના નવમા મંત્રી છે. આ મંત્રી ઠાકરે સરકારના મહત્ત્વના મંત્રી હતા. તેઓ આજે ગુવાહાટીનીહૉટેલમાં પહોંચ્યા ત્યારે એકનાથ શિંદેએ તેમને ગળે ભેટીને આવકાર્યા હતા.  શિવસેનાના કોંકણ વિસ્તારના નેતા ઉદય સામંત શનિવારે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સામેલ થયા હતા. પરંતુ, ત્યારબાદ તેમનો મોબાઈલ સ્વીચ-ઓફ  થઈ જતાં ઉદ્ધવ ગ્રુપમાં દોડધામ મચી ગઈ હતી. તેમનો સંપર્ક સાધવા અનેક પ્રયાસો થયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. 

Image

હવે તેઓ ગુવાહાટી પહોંચી જતાં હોબાળો મચી ગયો છે અને ઠાકરે સરકાર દિવસોદિવસ નબળી પડી રહી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હવે ઠાકરે સરકારમાં બચેલાં મંત્રીઓને ટકાવી રાખવા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે તેમજ તેમના માતા રશ્મિ ઠાકરેએ પણ હવે મેદાનમાં ઊતરવું પડયું છે. પરંતુ સેનાનું સંખ્યાબળ દિવસને દિવસે ઓછું થઈ રહ્યું હોવાથી ઉદ્ધવ માટે વિકલ્પો ઘટી રહ્યા છે. 

થાણા જિલ્લામા શિવસેના બે ભાગમાં વહેંચાઇ હોવાનું વતાય છે. ઉદ્ધવ ઠાકરે સમર્થક અને એકનાથ શિંદે સમર્થક એમ બે ભાગમાં વહેંચાઇ ગયેલા શિવ સૈનિકો જણાય છે. શિવસેના શાખાઓમાં ઉદ્ધવ ઠાકરે સમર્થકો આવતા થયા છે જ્યારે એકનાથ શિંદે સમર્થક  શિવ સૈનિકોએ આ શિવસેના શાખાઓ તરફ પીઠ ફેરવી હોવાનું સ્પષ્ટ જણાય છે.

એકનાથ શિંદે

 કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસ નગર, અંબરનાથ અને બદલાપુર શહેરમાં એકનાથ શિંદે સમર્થકના અનેક નગર સેવક અને પદાધિકારીઓ ખુલ્લું સમર્થન આપી રહ્યા હોઈ તેઓએ શિવસેના શાખાઓ તરફ પીઠ ફેરવી ગયા છે.થાણે જીલ્લામાં ડાયરેક એકનાથ શિંદે સમર્થક હોય કે ઉદ્ધવ ઠાકરે સમર્થકો એક બીજાના વિરોધમાં બોલવાનુ ટાળે છે. શાશ્યલ મિડિયામાં ખુલીને સમર્થન આપનારા, સમર્થનમાં બેનરો લગાડનારા કાયકરો તેમજ પદાધિકારીઓ પણ જાહેર મા બોલવાનું ટાળે છે અને શાખાઓ તરફ પીઠ ફેરવે છે. આ તમામ શહેરોમાં શિંદે સમર્થક પોતાની બાજૂ રજૂ કરે છે પરંતુ શાખાઓમા માત્ર દેખાતા નથી.

READ ALSO

Related posts

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે

Hardik Hingu

મોટા સમાચાર / EVMથી જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની અરજી ફગાવી

Bansari Gohel
GSTV