GSTV
Home » News » મધ્યપ્રદેશમાં મતદાનની ટકાવારી જોઈ ભાજપ ગેલમાં, રેકોર્ડબ્રેક મતદાન

મધ્યપ્રદેશમાં મતદાનની ટકાવારી જોઈ ભાજપ ગેલમાં, રેકોર્ડબ્રેક મતદાન

બાલાઘાટ જિલ્લાની ત્રણ નક્સલગ્રસ્ત બેઠકો સહીત મધ્યપ્રદેશની કુલ 230 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું. નક્સલગ્રસ્ત ત્રણ બેઠકો પર સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને બાકીની બેઠકો પર સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વોટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચૂંટણી પંચ મુજબ મધ્યપ્રદેશમાં છ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 74.61 ટકા મતદાન થયું. જ્યારે 2013ની વિધાનસભા ચૂંટણીમાં 72.66 ટકા મતદાન થયું.

મધ્યપ્રદેશના મતદારોએ રાજ્યના 2899 ઉમેદવારોના કિસ્મતનો ફેંસલો કર્યો છે. મધ્યપ્રદેશમાં 230 બેઠકો પર 1094 અપક્ષ, 2644 પુરુષ, 250 મહિલાઓ અને પાંચ ટ્રાન્સજેન્ડર ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. મધ્યપ્રદેશમાં વોટિંગ માટે કુલ 65 હજાર 367 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 17 હજાર મતદાન કેન્દ્રને સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યા હતા. તમામ મતદાન કેન્દ્રો માટે ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ થયો.

મધ્યપ્રદેશમાં શાંતિપૂર્ણ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે એક લાખ એંસી હજાર જેટલા સુરક્ષાકર્મીઓની તેનાતી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને રાજ્યના સુરક્ષાકર્મીઓ પણ સામેલ હતા. મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થઈ રહ્યો છે. જો કે રાજ્યમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે તેઓ દિલ્હીવાળી પોતાની સફળતાનું મધ્યપ્રદેશમાં પણ પુનરાવર્તન કરશે. દિલ્હીમાં 2015ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપના સૂપડાં સાફ કરીને રાજ્યની 70માંથી 67 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.

ભાજપે મધ્યપ્રદેશમાં 230 અને કોંગ્રેસ 229 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે એક બેઠક પોતાના સાથીપક્ષ શરદ યાદવના લોકતાંત્રિક જનતા દળ માટે છોડી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 208, બીએસપીએ 227, શિવસેનાએ 81 અને સમાજવાદી પાર્ટીએ 52 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. ચૂંટણી મેદાનમાં ઉમેદવારો ઉતારી ચૂકેલી ઘણી નાની-નાની પાર્ટીઓ મધ્યપ્રદેશના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે આવી પાર્ટીઓ હારને જીતમાં અને જીતને હારમાં બદલવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.

Related posts

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel

ગુજરાતના આ જિલ્લાઓમાં વ્યાપક વરસાદ, જગતના તાતમાં ખુશીની લહેર

Path Shah

આખરે સેટેલાઇટ પર શા માટે ચડાવવામાં આવે છે સોનુ? ચંદ્રયાન-2માં પણ થયો છે ઉપયોગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!