મોદીનો જાદુ હજુ ઓસર્યો નથી, આ વાંચશો તો પીએમના વિરોધી હોવા છતાં કરશો સલામ

નરેન્દ્ર મોદી બ્રાંડની 5 કરોડ રૂપિયાની વસ્તુઓનું છેલ્લા ત્રણ મહિનામાં નમો એપ દ્વારા વેચાણ કરવામાં આવ્યું. નમો અગેન એટલે કે નમો એક વાર ફરીના સૂત્રો સાથે વેચાણ થતી આ વસ્તુઓમાં ટી-શર્ટથી લઈને પેનનો સમાવેશ થયો છે. નમો એપ દ્વારા આ વસ્તુઓના આંકડા બીજેપી માટે ઉત્સાહજનક છે. ફક્ત ત્રણ મહિનાની અંદર 15.75 લાખ યુનિટસનું વેચાણ થવાથી બીજેપનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા આ વસ્તુઓની ખરીદીમાં હજુ પણ વધારો થશે. નમો બ્રાંડ હેઠળની વસ્તુઓની સૌથી વધુ ખરીદી બીજેપી ક્ષેત્રના કાર્યાલયો અને દેશભરના બીજેપી વર્કર્સે કરી છે.

નમો બ્રાંડ હેઠળ સૌથી વધુ ટી-શર્ટનું વેચાણ થયું

નમો બ્રાંડની આ વસ્તુઓ ત્રણ મહિનાની અંદર પેટીએમ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ્સ પર પણ તેનું વેચાણ થયું છે. નમો બ્રાંડ હેઠળ સૌથી વધુ ટી-શર્ટનું વેચાણ થયું છે. નમો બ્રાંડની કુલ વસ્તુઓમાંથી અડધા કરતાં વધારે વેચાણ ટી-શર્ટનું જોવા મળ્યું હતું. હિમાચલ પ્રદેશના બીજેપીના સાંસદ અનુરાગ ઠાકુર અને સામાજિક ન્યાય મંત્રી નમો અગેન વાળી ટીશર્ટ પહેરીને પોતાનો ફોટો ટ્વિટ કર્યો હતો. આ ટી-શર્ટ નમો એપ પર 499 રૂપિયામાં પ્રાપ્ય છે. યોગી આદિત્યનાથ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી પણ આ વસ્તુઓની ખરીદી કરવા અંગે કરેલ અપીલ પર વેચાણની અસર જોવા મળી છે.

છેલ્લા ત્રણ મહિનામાં નમો એપ દ્વારા 5 કરોડ રૂપિયાની વસ્તુંનું વેચાણ

17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 68માં જન્મ દિવસના અવસર પર નમો બ્રાંડની વસ્તુઓને નમો એપ પર વેચાણ માટે મૂકવામાં આવી હતી. આ સેલમાં ટી-શર્ટનું વેચાણ 2.64 કરોડ રૂપિયા અને કૈપ્સનું 56 લાખ રૂપિયા, કીચેન્સનું 43 લાખ રૂપિયા જ્યારે કોફીના મગનું 37 લાખ રૂપિયાનું વેચાણ જોવા મળ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં નમો એપ દ્વારા 5 કરોડ રૂપિયાની વસ્તુઓનું નમો બ્રાંડ હેઠળ વેચાણ કરવામાં આવ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter